બાપ રે આ શું? મુંબઇની અભિનેત્રીની ઘરે એવી ગુપ્ત વસ્તુ પાર્સલ થતી કે જાણીને શરમ આવી જશે, હવે થઇ FIR

શરમજનક: અભિનેત્રીની ઘરે એવી એવી વસ્તુઓ પાર્સલ થતી કે સાંભળતા જ શરમના માર્યા લાલ થઇ જશો

હાલમાં એક અજીબ ગરીબ મામલો સામે આવ્યો છે, જેમાં મુંબઇની એક અભિનેત્રીને એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા પ્રતાડિત કરવામાં આવી હોવાની ખબર આવી રહી છે. આ વ્યક્તિ દ્વારા અભિનેત્રીને X ટોય અને અંડરવેર મેકલવામાં આવ્યા છે, જેને કારણે આનાથી કંટાળી અભિનેત્રીએ પોલિસ સ્ટેશનમાં તે અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. હાલ તો પોલિસ તે અજ્ઞાત વ્યક્તિની શોધ કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

અંબોલી પોલિસ એક એવા વ્યક્તિની શોધ કરી રહી છે જે છેલ્લા બે મહીનાથી એક અભિનેત્રીને અંડરગાર્મેન્ટ્સ અને X ટોય મોકલી રહ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, શરૂઆતમાં અભિનેત્રીએ આ ઘટનાને નજરઅંદાજ કરી અને તેને લાગ્યુ કે કોઇ તેના સાથે મજાક કરી રહ્યુ છે. પરંતુ જયારે વારંવાર આવી રીતની ઘટના થવા લાગી તો અભિનેત્રીએ પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી. પોલિસે કહ્યુ કે, તેને લગભગ 7-8 વખત અંડરગાર્મેન્ટ્સ અને ટોય કોઇએ મોકલ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

28 વર્ષિય અભિનેત્રી જોગેશ્વરીમાં રહે છે અને તેને બે મહીના પહેલા અજ્ઞાત વ્યક્તિનું પાર્સલ મળ્યુ હતુ. શરૂઆતમાં અભિનેત્રીને લાગ્યુ કે કોઇ શરારત કરી રહ્યુ છે. પરંતુ વારંવાર અલગ અલગ શોપિંગ પોર્ટલથી પાર્સલ આવવા લાગ્યા. સતત પ્રતાડનાથી તંગ આવીને તેણે અંબોલી પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી.

પ્રતિકાત્મક તસવીર

અંબોલી પોલિસ સ્ટેશનના અધિકારીનું કહેવુ છે કે, તેઓએ એક અજ્ઞાત આરોપી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા ધારા 509 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે. પ્રાથમિકી દાખલ થયા બાદથી મહિલાને હજી સુધી આવું કોઇ ઉત્પાદ મળ્યુ નથી. પોલિસનું કહેવુ છે કે, તેમને કેટલાક મોબાઇલ નંબર મળ્યા છે જેનાથી શોપિંગ પોર્ટલ્સને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે, અત્યાર સુધી તેના સ્થળની ઓળખ થઇ શકી નથી. હાલ તો પોલિસ તેની શોધ કરી રહી છે.

Shah Jina