ખબર

એક માએ પોતાના 13-અઠવાડિયાના બાળકને હાર્ટ અટેકના દુ:ખમાં તડપતો જોઇ માતાએ કર્યું એવું કે, બધા રડી પડ્યા

એક મા પોતાના બાળકને ક્યારેય પણ દુઃખી નથી જોઈ શકતી એ વાતનું ઉદાહરણ આ માએ પૂરું પડ્યું હતું. જે બાળકને મેળવવા માટે ટેમી ઈરેશને 20 વર્ષ રાહ જોઈ હતી એ બાળકને જન્મ તો આપ્યો પણ પછી 13 જ અઠવાડિયાની અંદર અલવિદા કહી દેવું પડ્યું. કિંગ્સ લિનની 39 વર્ષીય ટેમીએ જયારે પોતાના માત્ર 13 જ અઠવાડિયાના બીમાર બાળક વિલ્બરને અંતિમ વિદાય આપી એ સમયની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Image Source

ટેમી આજે પણ વિલ્બરની યાદમાં તેની રાખ અને તેના દિલની ધડ્કનનું રેકોર્ડિંગ એક સોફ્ટ ટોય હાથીમાં રાખે છે. તે આ હાથીને ઘરની દરેક નાની-મોટી વસ્તુમાં હાજર રાખે છે, ભલે એ ફેમિલી ડિનર હોય કે કોઈ બીજો પ્રસંગ. તે વિલ્બરની યાદોને બધે જ સાથે રાખે છે અને સુનિશ્ચિત કરે છે કે તે હજુ પણ પરિવારનો જ ભાગ છે.

Image Source

ટેમી ઘણા સમયથી ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરતી હતી તેનો કોઈ મેળ પડતો ન હતો અને એક દિવસ અચાનક તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. 20 અઠવાડિયાના સ્કેન પછી સોનોગ્રાફરને જાણવા મળ્યું કે બાળક તેના હાથ ખોલતું નથી. પછી 20 અઠવાડિયા પછી એક વાર ચેકઅપ દરમ્યાન સ્કેન કર્યા બાદ ડોક્ટરોને પહેલીવાર સમજાયું કે કંઈક ખોટું હતું, અને ડોકટરો સતત તેને ગર્ભપાત કરવાનું પૂછતા, પણ તે દર વખતે ના પડી દેતી. તેને પોતાના બાળક પ્રત્યે એટલો પ્રેમ થઇ ગયો હતો કે તેને વિચાર્યું કે તેના બાળકને પણ જીવવાની એક તક મેળવી જોઈએ. ભલે ડોક્ટરોએ જણાવ્યું હતું કે તે નબળો છે અને તેનો વિકાસ થઇ નથી રહ્યો પણ ટેમીએ પોતાના બાળકને આ ધરતી પર લાવવાની આશા રાખી હતી.

Image Source

વિલ્બરનો જન્મ એક દુર્લભ જનીન પરિવર્તન સાથે થયો હતો જેનાથી તેને સેન્ટ્રલ કોર ડિસીઝ થયો હતો, જે હલન-ચલન માટે વપરાતા સ્નાયુઓને અસર કરે છે અને તેના પરિણામે વિલ્બરના સાંધામાં ગંભીર આર્થરોગ્ર્યપોસીસ જડતાનો ભોગ બન્યો. તેનો જન્મ 32મા અઠવાડિયે ઇમર્જન્સી સિઝેરિયન સેક્શન દ્વારા થયો હતો અને જન્મ બાદ તે શ્વાસ લઇ શકતો ન હતો ત્યારે તેને લાઈફ સપોર્ટ પર રાખવો પડ્યો હતો.

Image Source

વિલ્બર 11મા અઠવાડિયે કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બન્યો જેને કારણે તે ઘણો સમય ઓક્સિજન વિના રહ્યો અને એ જ કારણે તેના મગજને નુકશાન થયું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે તે વિલ્બરને રિકવર થવા દે, પણ બે અઠવાડિયા પછી પણ જયારે કોઈ ફરક ન પડ્યો અને આખરે ખબર પડી કે જે નુકશાન થયું છે એ સરખું થઇ શકે એમ નથી. તે ફિઝિયોથેરાપી પછી પણ તેના હાથ કે પગ હલાવી શકતો ન હતો. એ પછી ટેમીએ નક્કી કર્યું કે તે વિલ્બરની સપોર્ટ સિસ્ટમ હટાવી દેશે. છેલ્લા દિવસે ડોક્ટરોએ વિલ્બર અને ટેમીને એક ખાનગી રૂમમાં રહેવા દીધા કે જેથી માતા પોતાના બાળકને સારી રીતે અલવિદા કહી શકે.

Image Source

તેમી જણાવે છે કે ‘વિલ્બરના જન્મ પછી પહેલી વાર, હું તેને મારા હાથમાં બહાર લઈ જઇ શકી,’ ટેમીએ કહ્યું, ‘પણ જ્યારે હું વિલ્બરને મારા હાથમાં ઉંચકીને કોરિડોરથી પસાર થઇ રહી હતી તો મને ખબર હતી કે તે અમારો પહેલો અને છેલ્લો સાથે હતો અને હું ભાંગી પડી. આ સમયે માર્કે અમારી તસ્વીર લીધી.’

‘અમે સંમત થયા અને નક્કી કર્યું કે વિલ્બરને અલવિદા કહેતા પહેલા લઇ શકાય એટલી તસ્વીરો લઇ લઈએ.’ ટેમીએ જણાવ્યું ‘ભલે તે ક્ષણોને ફરી યાદ કરવી ખૂબ પીડાદાયક હોય છે, પણ અમારા દીકરા સાથેની દરેક કિંમતી અંતિમ ક્ષણોની તસ્વીરો ન લેતે તો વધુ ખરાબ લાગતે.’

Image Source

ટેમીએ કહ્યું, ‘ગુમાવેલા બાળક માટે દુઃખ ક્યારેય ઓછું થતું નથી પરંતુ કોઈક રીતે આપણે તેને સહન કરવા જેટલા મજબૂત બની જઈએ છીએ.’ ટેમીએ કહ્યું. ‘હું વિલબરને ખૂબ જ યાદ કરું છું અને એક કલાક પણ પસાર થતો નથી જ્યારે હું તેની સાથેનું અમારું ભાવિ કેવું હોત તે વિશે ન વિચારતી હોઉં. પરંતુ હું 13 અઠવાડિયા અને બે દિવસ માટે આભારી છું કે મને મારા બાળકની હૂંફ મળી.’

Image Source

ટેમી કહે છે ‘મને આશા છે કે હું તેના નાના ભાઈ અથવા બહેનને આ દુનિયામાં લાવી શકું અને તેમને મોટા કરી શકું, જેથી તેમને તેમના અદ્ભુત મોટા ભાઈ વિશે જણાવી શકું.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.