ખબર

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગને લઈને આવ્યા ખરાબ સમાચાર, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો- જાણો વિગત

થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ચૂકાદો આપ્યો હતો. ચુકાદામાં કહ્યું હતું કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. આ ચુકાદા સામે મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકોએ સુપ્રીમના દરવાજા ખખડાવતા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે પલટાવી નાખ્યો છે.

Image Source

સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચૂકાદો આપતા કહ્યું છે કે, મલ્ટિપ્લેક્સ ,થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પહેલા કલાક ફ્રી પાર્કિંગ બાદ ટુ વ્હિલરના રૂ. 10 અને ફોર વ્હિલરના રૂ. 30 વસૂલ કરી શકશે.જોકે કોમર્શિયલ બિલ્ડિંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક પાર્કિંગની સુવિધા આપવા અને ત્યારબાદ જ પાર્કિંગ ચાર્જ વસૂલવા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી છે. આ વચગાળાનો ચુકાદો જસ્ટીસ દિપક ગુપ્તા અને અનિરૂદ્ધ બોઝએ આપ્યો હતો. આ આદેશ આપતા કહ્યું હતું કે, શોપિંગ મોલ- મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી હતી.

સુપ્રીમ કોર્ટમાં થયેલી આ પિટિશનમાં અરજદાર પક્ષ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પાર્કિંગની સમસ્યા એ દેશની સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે. હાઇકોર્ટને કાયદામાં પાર્કિંગની જોગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પાર્કિંગની કોઈ જોગવાઇ નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામી પ્રભાવિત થયા  હતા.

Image Source

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, પાર્કિંગ ફ્રી હોઇ શકે નહીં પરંતુ તે અંગે ચોક્કસ સૂચનો સાથે પક્ષકારોએ આવવું જોઇએ. જે મુલાકાતીઓ મોલમાંથી ખરીદી કરે કે, સિનેમાની ટિકિટ બતાવે તેવા લોકો માટે ફ્રી પાર્કિંગ કરી શકાય.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.