આ શેર છે કે કરોડપતિ બનાવનાર મશીન, 7 રૂપિયાના આ સ્ટોકે આપ્યુ 27,000%થી પણ વધારે રિટર્ન

શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે, પરંતુ આવા ઘણા શેર રોકાણકારોને જબરદસ્ત વળતર આપીને માલામાલ બનાવી દેતા હોય છે. માર્કેટમાં એવા ઘણા નાના શેર છે, જેણે રોકાણકારોને થોડા વર્ષોમાં જ કરોડપતિ બનાવી દીધા છે. આવો જ એક શેર અરાયા લાઇફસ્પેસ લિમિટેડ (Eraaya Lifespaces Limited) છે. જેમણે પણ લગભગ પાંચ વર્ષ પહેલાં આ શેરમાં રોકાણ કર્યું હશે અને તેમનું રોકાણ જાળવી રાખ્યું હશે તે આજે કરોડપતિ બની ગયા છે.

પાંચ વર્ષથી ઓછા સમયમાં આ શેરે રોકાણકારોને 27200 ટકાથી પણ વધુ વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ સમયગાળા દરમિયાન એક લાખ રૂપિયાનું પણ રોકાણ કર્યું હોત તો તે આજે કરોડપતિ બની ગયા હોત. આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં 30 જુલાઈ, 2020ના રોજ અરાયા લાઈફસ્પેસ લિમિટેડના શેરની કિંમત 7.58 રૂપિયા હતી. જે 25 નવેમ્બર 2024ના રોજ રૂ.2,080 પર પહોંચી.

આ સમયગાળા દરમિયાન આ શેરે 27,274.67 ટકા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનું રોકાણ વધીને અંદાજે 27,274,670 રૂપિયા થઈ ગયું હોત. એક વર્ષ પહેલા આ સ્ટોકની કિંમત 100 રૂપિયાથી ઓછી હતી. એક વર્ષ પહેલા 28 નવેમ્બર 2023ના રોજ આ સ્ટોક 73.83 રૂપિયા પર હતો. જે 25 નવેમ્બરે રૂ.2,080 પર પહોંચી ગયો.

આ સમયગાળા દરમિયાન, અરાયા લાઇફસ્પેસ લિમિટેડના શેરે 2,717.42 ટકાનું વળતર આપ્યું છે. આ શેરની છેલ્લા 52 સપ્તાહનો સૌથી વધુ કિંમત રૂ. 3,169 અને સૌથી ઓછી કિંમત 70.98 છે. Araya Lifespace Limitedનું માર્કેટ કેપ રૂ. 3.970 કરોડ છે. જણાવી દઇએ કે, 27 નવેન્બરે આ શેરની કિંમત 1880 રૂપિયા પર ટ્રેડ થઇ રહી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)

Shah Jina