મુલાયમ સિંહના પાર્થિવ દેહને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી વહુ ડિમ્પલ, તૂટી ગયો ધર્મેન્દ્ર

સમાજવાદી પાર્ટી (SP)ના સ્થાપક મુલાયમ સિંહ યાદવે તેમની વિદાયથી બધાને રડાવ્યા હતા. ઘરની અંદર હોય કે બહાર હોય કે કુસ્તીના અખાડાથી લઈને રાજકીય કોરિડોર સુધી, દરેકના ચહેરા સોમવારે ઉદાસ અને ભીના દેખાતા હતા. પુત્રવધૂ ડિમ્પલ યાદવ અને પરિવારની અન્ય મહિલાઓ રાત્રે તેમના મૃતદેહ પાસે ભારે શોકમાં ડૂબી ગઈ હતી. એક ક્ષણ એવી આવી કે જ્યારે ડિમ્પલ તેના સસરાને જોઈને રડવા લાગી અને પછી કેટલીક મહિલાઓએ તેને ગળે લગાવીને સાંત્વના આપી.

સોમવારે જ મુલાયમ સિંહ યાદવનો મૃતદેહ સૈફઈ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. આ દરમિયાન તેમની વહુ ડિમ્પલ યાદવ ખૂબ જ ભાવુક જોવા મળી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. વાયરલ તસવીરો નેતાજીના આવાસની છે, જેમાં ડિમ્પલ યાદવ ભાવુક જોવા મળી રહી છે. સાથે જ તસવીરમાં ઉભેલી એક મહિલા પણ તેની સાથે ભાવુક જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં કોંગ્રેસના ધારાસભ્ય આરાધના મોના મિશ્રા સાથે જોવા મળે છે. કોંગ્રેસના ધારાસભ્ય ડિમ્પલ યાદવને આશ્વાસન આપતાં જોવા મળે છે.

એટલું જ નહીં મુલાયમના ભાઈ અભયરામ યાદવના પુત્ર અને પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ પણ લાગણીઓમાં વહી ગયા. દરમિયાન તેમની આંખો ભીની થઈ ગઈ હતી અને તે દિવાલ સાથે વળગીને રડવા લાગ્યા હતા. મુલાયમ સિંહના અંતિમ દર્શન કર્યા પછી તે સમર્થકોની સામે બહાર આવ્યા હતા, ત્યારે તે અચાનક જ રડવા લાગ્યા તે દિવાલ પર માથું ટેકવીને રડતા રહ્યા. જો કે, એક-બે લોકોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ધર્મેન્દ્ર યાદવે હાથ જોડીને નમન કરવાનું શરૂ કર્યું અને આગળ વધ્યા.

આ ઉપરાંત જયારે કાકા શિવપાલ યાદવે અખિલેશ યાદવના ખભા પર હાથ મૂકતાની સાથે જ તેઓ પણ રડી પડ્યા હતા. આ પછી પરિવારજનોએ તેને સાંત્વના આપી. આખી રાત બધા નેતાજીના પાર્થિવ દેહ પાસે બેસી રહ્યા. મુલાયમ સિંહ યાદવને મંગળવારે બપોરે 3 વાગે સૈફઈ મહોત્સવના મેદાનમાં બજરંગ બલીની પ્રતિમા પાસે અંતિમ વિદાય આપવામાં આવશે. મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન માટે હજારો લોકો સૈફઈ ગામ પહોંચ્યા છે.

Niraj Patel