1987માં લોન્ચ થયેલી દૂરદર્શનનો સુપર હિટ શો રામાયણ આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. લોકડાઉનમાં લોકોની માંગ પર ફરી એકવાર દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે.આ શોની સફળતા અને ક્રેડિટ તેની કાસ્ટિંગને જાય છે. દરેક એક્ટરે નાનો અથવા મોટો રોલ બહુ જ સારી રીતે નિભાવ્યો છે. આ પૈકીનું એક કેરેક્ટર છે વિભીષણનું.

રામાયણમાં વિભૂષણનો રોલ મુકેશ રાવલે નિભાવ્યો હતો. રાવણના ભાઈ હોવા પર વિભીષણે તેના ધર્મ અને સદાચારીના આચરણથી લોકોને મોટી શીખ આપી હતી.
લોકોને રામાયણમાં વિભીષણનું પાત્ર ગમ્યું હતું. રામ, સીતા, ભરત, લક્ષ્મણ, રાવણ અને હનુમાનની જેમ મુકેશ રાવલે પણ તેમના વિભીષણનું પાત્ર એવી રીતે ભજવ્યું કે તેણે લોકોના હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું. મુકેશ રામાયણમાં કામ કરતા પહેલા રંગમંચમાં કામ કરતો હતો.

વર્ષ 1951માં જન્મેલા મુકેશ રાવલે હિન્દીની સાથે-સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હતું. જીદ્દ,યે મજેદાર, લહુ કે દો રંગ, સતા, ઔઝાર અને કસક જેવી હિન્દી ફિલ્મોમાં તેના કામને સરાહનીય હતું. આ બાદ મુકેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં નજરે આવ્યા હતા.
મુકેશ રાવલને ટીવી સાથે ખાસ લગાવ હતો. મુકેશ રાવલે હઝરતે, બિંદ બનુગા ઘોડી ચઢુંગા જેવી સિરિયલમાં કામ કર્યું હતું. એ છેલ્લે ગુજરાતી સિરિયલ નસ-નસમાં ખુન્નસમાં નજરે આવ્યો હતો. આ સિરિયલ 2016માં પ્રસારિત કરવામાં આવી હતી.

15 નવેમ્બર 2016માં અચાનક ખબર આવી હતી કે, ટ્રેન અકસ્માતમાં તેનું નિધન થયું હતું. મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશન નજીક ટ્રેક પરથી પોલીસને તેનો મૃતદેહ મળ્યો હતો. ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુકેશ રાવલે આત્મહત્યા કરી હતી પરંતુ આ આ બાબતે તેના ઘરવાળાએ આ વાતનો ઇન્કાર કરી દીધો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.