લોકડાઉનના કારણે ટેલિવિઝન ઉપર ફરી રામાયણનું પ્રસારણ શરૂ થયું અને દર્શકો ઉત્સાહમાં આવી ગયા, રામાયણના ઘણા પાત્રોના જીવન વિશે ઘણી વાતો સોંઢીયાળ મીડિયા દ્વારા જાણવા પણ મળી, આજે ભલે રામાયણનું પ્રસારણ સમાપ્ત થઇ ગયું પરંતુ હજુ રામાયણમાં અભિનય કરેલા અભિનેય આપણી આંખો સમક્ષ છે, એવા જ એક અભિનેતા જેમના પત્રે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું, અને લોકોને ખુબ જ પસંદ પણ આવ્યા હતા.

આ પાત્ર હતું વિભીષણનું. વિભીષણના પાત્રને ભજવ્યું હતું અભિનેતા મુકેશ રાવલે, જે એક ગુજરાતી અભિનેતા હતા. તેમના જીવન અને વિભીષણના અભિનય વિષે પણ ઘણી બાબતો જોડાયેલી છે. મુકેશ વિભીષણનો અભિનય કરવા માટે બેંકમાં રજા પાડી દેતા હતા, અને રજા પાડીને રામાયણના સેટ ઉપર પણ પહોંચી જતા હતા.

પરંતુ બેંકના અધિકારીઓને આ વાત પસંદ નહોતી આવી જેના કારણે મુકેશ રાવલને નોટિસ પણ આપવામાં આવી હતી. મુકેશ રાવલે ઘણી હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, તે એક ગુજરાતી અભિનેતા છે પરંતુ જયારે રામાયણનું સીટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તે બેંકમાં નોકરી કરતા હતા.

મરીન ડ્રાઈવ ઉપર આવેલી બેંક ઓફ બરોડા શાખામાં 1987-88માં તે નોકરી એ જોડાયા હતા અને રામાયણના શૂટિંગ દરમિયાન તે વધુ રાજાઓ પણ પાડતા હતા જેના કારણે તેમને બેંક તરફથી નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ ટીવી પાર તેમની લોકપ્રિયતાને જોતા મુકેશ રાવલને અધિકારીઓ તરફથી ખાસ રજાઓ પણ ફાળવવામાં આવી હતી. આ વાત તેમના એક મિત્ર બ્રિજ મોહને ફેસબુકમાં પોસ્ટ કરીને આપી હતી.
વર્ષ 2016માં મુકેશ રાવલનું એક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું હતું, ઘણા લોકોનું કહેવું છે કે તેમને આત્મહત્યા કરી હતી, પરંતુ તેમના પરિવારે આ વાતથી ઇન્કાર કર્યો હતો. હજુસુધી તેમના મૃત્યુની પુષ્ટિ થઇ નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.