ટીવીની દુનિયાના પહેલા સુપર હીરો ‘ શક્તિમાન’ માટે ઉત્સુકતા આજે પણ લોકોમાં એટલી જ છે. શક્તિમાનનું પાત્ર નાના પડદા પર મુકેશ ખન્નાએ નિભાવ્યું હતું. મુકેશ ખન્નાએ 8 વર્ષ સુધી શક્તિમાન બનીને લોકોનું મનોરંજન કર્યું હતું. ત્યારેફરી એક વાર શક્તિમાનને લઈને ખબર આવી છે. જેના કારણે તેના પ્રસંશકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. શક્તિમાન ફરી એક વાર પડદા પર પાછો ફરવાનો છે.
આ વાયરલ થયેલી તસ્વીર ‘ઓરું અદાર લવ’ના ડાયરેક્ટર ઉમરલુલુએ શેર કરી છે. આ તસ્વીરમાં શકિતમાનના કપડાંમાં સાઉથ સિનેમા જગતમાં અભિનેતા મુકેશ નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા ઉમર લુલુએ જણાવ્યું હતું કે, ‘સૌથી તાકાતવર આદમી. ધમાકા લોકેશન ફન. શક્તિમાનના કપડામાં મુકેશની તસ્વીર વાયરલ થઇ રહી છે.
લોકો વિચારી રહ્યા છે કે, મુકેશ ‘શક્તિમાન’ના રૂપમાં ટીવી પર ફરીથી વાપસ થવાના છે. મુકેશનો તેનો લુક આગળ તેની આગામી ફિલ્મ ‘ધમાકા’નો હિસ્સો છે. આ ફિલ્મના એક હિસ્સામાં ‘શક્તિમાન’ ના લુકમાં લોકો મનોરંજન કરતો નજરે ચડે છે. ઉમર લુલુની આગામી ફિલ્મ ‘ધમાકા’માં અરુણ કુમાર અને એક્ટ્રેસ નીક્કી ગલરાની મુખ્ય ભૂમિકામાં છે. આ એક ભરપૂર મનોરંજન અને કોમેડી ફિલ્મ છે.
મુકેશ ખન્નાના સિરિયલ ‘ શક્તિમાન’ની વાત કરવામાં આવે તો લાંબા સમયથી એવી ખબર આવી રહી છે કે, તે જલ્દી જ બીજી સીઝન આવી શકે છે. ખાસ વાત તો એ છે કે, શક્તિમાન બંધ થવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. મુકેશએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સિરિયલ બંધ થવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, પહેલા શક્તિમાનનો શો શનિવાર અને મંળવારે પ્રસારિત કરવામાં આવતો હતો. નોન પ્રાઈમ સમય હોવા છતાં પણ આ શો સારો ચાલતો હતો. દૂરદર્શન આ શો માટે 3.80 લાખ જેવી ફી અપાતા હતા. તે જમાનામાં પણ કમાન સારી થતી હતી. આ શોના લગભગ 100 થી 150 એપિસોડ ચાલ્યા હતા. વધુમાં કહ્યું હતું કે, વધુ ફ ચુકવવાને કારણે મને નુકશાન થતું હતું. આ સો હું ક્યારે પણ બંધ કરવા માંગતો ના હતો. પરંતુ મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું હતું. મને લગાતાર આ લોકો પૂછતાં હતા કે, શકિતમાનની બીજી સીઝન ક્યારે આવશે? સાચું કહ્યું તો મને ઉમ્મીદ છે કે જલ્દી જ આપણે લોકો મળીશું.
જણાવી દઈએ કે, શક્તિમાન સીરીયલ 13 સપ્ટેમ્બર 1997ના રોજ શરૂ થઇ હતી. અને તેનો આખરી એપિસોડ 27 માર્ચ 2005ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સિરિયલ બંધ થયે લગભગ 14 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks