કોણ છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની થવાવાળી નાની વહુ રાધિકા મર્ચેંટ ? સેરેમનીમાં ઉમટ્યુ બોલિવુડ…જાણો

અંબાણી પરિવારની ભાવિ વહુના ડાંસ પર ઝૂમ્યા લોકો : રાધિકા મર્ચેંટ કંપનીની ડાયરેક્ટર અને વાઇસ ચેરમેન પણ, ટ્રેકિંગ અને સ્વિમિંગની છે શોખીન

ભારતના પ્રભાવશાળી અને અમીર ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીની થવાવાળી નાની વહુ રાધિકા મર્ચેંટની અરંગેત્રમ સેરેમનીનું આયોજન રવિવારના રોજ મુંબઇમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં બોલિવૂડના ઘણા મોટા અને પ્રખ્યાત સ્ટાર્સે ભાગ લીધો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ Jio વર્લ્ડ સેન્ટર ખાતે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે અરંગેત્રમ સેરેમની યોજી હતી, જેમાં સલમાન ખાનથી લઈને આમિર ખાન સુધીના દરેકે હાજરી આપી હતી.

રાધિકા મર્ચન્ટે અરંગેત્રમ સેરેમનીમાં પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું અને તેના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તે પરફોર્મ કરતી જોવા મળે છે. અરંગેત્રમ એક તમિલ શબ્દ છે. તેનો અર્થ છે- ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના સાધકનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ. રાધિકાએ શ્રી નિભા આર્ટ્સના ભાવના ઠાકર પાસેથી નૃત્યના પાઠ લીધા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યની દુનિયામાં ભાવના ઠાકરનું મોટું યોગદાન છે. તે ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ઘણા પ્રસંગોએ રાધિકા અંબાણી પરિવાર સાથે જોવા મળે છે.

જયારથી રાધિકાની અરંગેત્રમ સેરેમની થઇ છે ત્યારથી લોકો જાણવા માંગે છે તે રાધિકા મર્ચન્ટ કોણ છે અને તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે ? તો તમને જણાવી દઇએ કે, રાધિકાનો જન્મ 16 જાન્યુઆરીએ વિરેન મર્ચેંટ અને શૈલા મર્ચન્ટના ઘરે થયો હતો.તેઓ ADF ફૂડ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ ‘Encore Healthcare Private Limited’ કંપનીના CEO અને વાઇસ ચેરમેન છે.. રાધિકાની માતા શૈલા પણ એક બિઝનેસવુમન છે. તેઓ મૂળ કચ્છના છે. રાધિકા મર્ચન્ટે તેનું સ્કૂલિંગ ‘બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’માંથી કર્યું છે.

આ સિવાય ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ન્યૂયોર્કમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવ્યા પછી, તે ઇસ્પ્રાવા ટીમમાં એક્ઝિક્યુટિવ તરીકે જોડાઇ. તે એક રિયલ એસ્ટેટ ફર્મ છે જે સારા પરીક્ષણો ધરાવતા લોકો માટે રજાના ઘર બનાવે છે. વીરેનને બે દીકરીઓ રાધિકા અને અંજલિ છે. વિરેન મર્ચન્ટની પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તે એન્કોર પ્રાઈવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે.

અંજલિ પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે. બંને પરિવારો એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. રાધિકા તેના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડની ડિરેક્ટર છે. રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. તેને કોફીની દીવાની છે. એક ઈન્ટરવ્યુમાં રાધિકાએ કહ્યું કે, ‘હું આવી કંપનીમાં જોડાવા માંગતી હતી, જેથી હું વાસ્તવિક યોગદાન આપી શકું.’

રાધિકાને ફરવાનો ખૂબ શોખ છે, તે ઘણીવાર અનંત અંબાણી સાથે જોવા મળે છે. રાધિકા અને અનંતે 2019માં સગાઈ કરી હતી અને ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રાધિકાએ અરંગેત્રમ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. રાધિકા છેલ્લા 8 વર્ષથી ભરતનાટ્યમ શીખી રહી હતી.

Shah Jina