મનોરંજન

મુકેશ ખન્ના પર તૂટ્યો દુ:ખોનો પહાડ, ભાઇ બાદ હવે બહેનનું થયુ નિધન, છેલ્લા સમય સુધી ના મળ્યો ICU બેડ

સમગ્ર દુનિયા અને ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. દરરોજ કોરોનાના ઘણા કેસ સામે આવી રહ્યા છે અને આ ઉપરાંત આ મહામારીમાં અનેક જગ્યાએથી એવા સમાચાર મળે છે કે દેશભરમાં આઈસીયુ બેડની સમસ્યાઓ થવા લાગી છે ત્યારે હવે આ વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા છે.

ટીવી શો ‘શક્તિમાન’ અને ‘મહાભારત’થી લોકપ્રિય બનેલ અભિનેતા મુકેશ ખન્નાએ પણ એની એકમાત્ર મોટી બહેન કમલ કપૂરને ગુમાવી દીધી છે.

મુકેશ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે તેમણે લખ્યું છે કે, આજે મારી એકમાત્ર મોટી બહેન કમલ કપૂરનું દિલ્હીમાં અવસાન થયું છે, તેના મોતનું મને ખૂબ જ દુખ છે. પરિવારના બધા જ સભ્યો સદમામાં છીએ. કોવિડને 12 દિવસમાં હરાવ્યા બાદ તે લંગ્સની ખરાબી સામે હારી ગઈ. ખબર નહીં ઉપરવાળો શું હિસાબ લે છે.

મુકેશ ખન્નાએ વધુમાંએ પણ જણાવ્યું કે તેમના મોતની ખબર દુનિયા ભરમાં ખોટી રીતે ફેલાઈ હતી જેને આખા દિવસ દરમિયાન તેમને ખોટી પુરવાર પુષ્ટિ કરી હતી પણ તેમને ખબર નહોતી કે એ જ દિવસ તેમની બહેનનો આખરી દિવસ હશે.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna)

એક ઇન્ટરવ્યુ દરમિયાન મુકેશ ખન્નાએ જણાવ્યુ કે, છેલ્લા સમય સુધી અમે બેડને શોધવામાં લાગ્યા રહ્યા અને તે ના મળી શક્યો જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેમનું નિધન થઇ ગયુ.