મનોરંજન

મુકેશ ખન્નાએ કપિલ શર્મા શોને લીધો આડા હાથે, કહ્યું: “સ્ત્રીઓના કપડાં પહેરીને આવી ખરાબ…” જાણો સમગ્ર મામલો

ભીષ્મપિતામહ એટલે કે મુકેશ ખન્નાનો ગુસ્સો ફાટ્યો “ધ કપિલ શર્મા” શો પર, આ જાણીને કપિલ શર્માના ચાહકોને લાગશે આઘાત

ટીવી ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ધ કપિલ શર્મા શો દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. આ શોની અંદર ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો મહેમાન તરીકે આવતા હોય છે અને શોના કલાકારો દ્વારા મનોરંજન કરવામાં આવે છે. ગયા રવિવારે આ શોની અંદર બીઆર ચોપડાની મહાભારતના કેટલાક પ્રમુખ કલાકાર મહેમાન તરીકે નજર આવ્યા હતા. પરંતુ મહાભારતમાં ભીષ્મ પિતામહનું પાત્ર ભજવનાર મુકેશ ખન્ના નહોતા આવ્યા. હવે આને લઈને લોકો સવાલ પૂછી રહ્યા છે અને હેવ આખો મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે.

Image Source

મુકેશ ખન્ના શોમાં ના પહોંચવા ઉપર દર્શકોના સવાલોના જવાબ આપતા મુકેશ ખન્નાએ ટ્વીટ કરીને તેનું કારણ જણાવ્યું હતું. તેમને આ શોને વાહિયાત અને નકામો ગણાવ્યો. જો કે થોડી જ વારમાં તેમને પોતાના બધા ટ્વીટ ડીલિડ કરી નાખ્યા, પરંતુ સોશિયલ મીડિયામાં હવે આ મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે.

મુકેશ ખન્ના શોમાં ના ગયા તેના ઉપર ગુરુવારે સવારે સતત 6 ટ્વીટ કર્યા, તેની સાથે જ તેમને ફેસબુક ઉપર પણ એક પોસ્ટમાં આ બધી જ વાતો લખી. પરંતુ પછીથી તેમને આ બધી જ વસ્તુઓને ડીલીટ કરી નાખી.

Image Source

મુકેશ ખન્નાએ આ શોની અંદર ના જવાનું કારણ આપતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે: “આ પ્રશ્ન વાઈરલ થઈ ગયો છે કે “મહાભારત” શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈનું કહેવું છે કે તેમને આમંત્રણ નથી આપવામાં આવ્યું. કોઈ કહે છે કે, તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે “મહાભારત” ભીષ્મ વગર અધૂરું છે. એ સાચી વાત છે કે આમંત્રણ ના આપવાનો તો સવાલ જ ઉભો નથી થતો. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.”

બીજા ટ્વિટની અંદર તેમને લખ્યું કે: “એ પણ સાચી વાત એ છે કે હવે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે? મોટામાં મોટા એક્ટર જાય છે. જતા હશે, પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે “રામાયણ” બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.”

Image Source

આગળની ટ્વીટમાં તેમને જણાવ્યું કે: “કારણ એ છે કે ભલે કપિલ શો આખા દેશમાં લોકપ્રિય હોય, પરંતુ મને આનાથી વધારે વાહિયાત કોઈ શો લાગતો નથી. ફુહડતાથી ભરેલો, ડબલ મીનિંગ જુમલાથી ભરપૂર, અશ્લીલતા તરફ દર વખતે વળતો શો છે. જેમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે. હલકી હરકતો કરે છે અને લોકો પેટ પકડીને હસે છે.”

ચોથી ટ્વીટની અંદર તેમને કહ્યું કે: “આ શોમાં લોકો શા માટે હે-હે કરીને હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શક્યો નથી. એક વ્યક્તિને સેન્ટરમાં સિંહાસન પર બેસાડીને રાખે છે. તેનું કામ છે હસવાનું. હસવાનું ના આવે તો પણ હસવાનું છે. તેમને આના પૈસા મળે છે. પહેલા આ માટે સિધ્ધુભાઈ બેસતા હતા. હવે અર્ચના બહેન બેસે છે. કામ? માત્ર હાહાહા કરવાનું.”

Image Source

પાંચમી ટ્વીટમાં તેમને લખ્યું: “એક ઉદાહરણ આપીશ, તમે સમજી જશો કે કોમેડીનું સ્તર કેટલું બકવાસ છે આ શોની અંદર. તમે બધાએ જોયું હશે. “રામાયણ” વાળો શો હતો. કપિલે અરૂણ ગોવિલને પૂછ્યું હતું કે, તમે બીચ પર નાહી રહ્યા છો અને ભીડમાંથી એક વ્યક્તિ બૂમ પાડીને કહે છે… અરે જુઓ રામજી પણ VIP અંડરવિયર પહેરે છે. તમે શું કહેશો?”

છેલ્લી અને છઠ્ઠી ટ્વીટમાં મુકેશ ખન્નાએ કહ્યું: “મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ કે જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો ? મને ખબર નથી કે અરૂણે જવાબમાં શું કહ્યું ? હું હોત તો કપિલનું મોં બંધ કરાવી દેત. તેથી જ હું નથી ગયો.”

Image Source

મુકેશ ખન્નાએ આ રીતે ટ્વીટર ઉપર એક પછી એક 6 ટ્વીટ કરીને કપિલ શર્મા શો અને કપિલ શર્માની ઝાટકણી કાઢી હતી. જો કે થોડીવાર બાદ તેમને પોતાની ટ્વીટ ડીલીટ કરી દેવી પડી હતી. તેનું કારણ હજુ સામે નથી આવ્યું.