ખબર જીવનશૈલી

પોતાના બાળકો પાસેથી શું ઈચ્છે છે મુકેશ અંબાણી, એશિયાના સૌથી અમિર માણસે આપ્યો આ જવાબ

મુકેશ અંબાણી બોલ્યા ભલે બાળકો ટોપ પર ના હોય, પરંતુ…

એશિયાના સૌથી અમીર શખ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી હંમેશા તેના બાળકોને લઈને બેહદ સજાગ રહે છે. એક બાજુ માતા-પિતા તરીકે પણ સખ્ત છે તો બીજી તરફ તે બાળકોની પણ બધી જરૂરિયાતનો ખ્યાલ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamilyfp) on

થોડા દિવસ પહેલા Verve મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં નીતા અને મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેના બાળકો સામાન્ય જીવન જીવે છે. આ સાથે જ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભણવાના મામલામાં બાળકો ભલે ટોપમાં ના હોય પરંતુ તેનું બેઝિક ક્લિયર હોવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by The Akash Ambani page (@poojakash1) on

મુકેશ અંબાણીએ તેના બાળકોના સ્કૂલના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, એકવાર મારો મોટો દીકરો આકાશ બોલ્યો કે, પપ્પા મારી પાસે કેલ્ક્યુલેટર છે તો મારે ટેબલ (ઘડિયા) યાદ રાખવાની શું જરૂર છે. તો મેં આકાશને સમજાવ્યું હતું કે, બધું મગજથી કરો. કોશિશ કરો કે સુતા પહેલા તું દિલને સરવાળા અને ગુણાકાર સંભળાવ. નીતા અંબાણીએ કહ્યું હતું કે તેના બાળકો બેહદ સામાન્ય જીવન જીવે છે. બાળકોની હોસ્ટેલ લાઈફ વિષે જણાવતા નીતા અંબાણી એ કહ્યું હતું કે, ઈશાને હોસ્ટેલમાં 18-20 યુવતીઓ વચ્ચે બાથરૂમ શેર કરવું પડતું હતું. આકાશ પણ હોસ્ટેલમાં રહેતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamilyfp) on

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, તેના બાળકો સામાન્ય જીવન જીવે છે. તેને ક્યારે પણ બાળકો માટે પ્રાઇવેટ પ્લેન મોકલ્યું નથી. અમારા બાળકો એર ઇન્ડિયામાં જ મુસાફરી કરે છે. આટલું જ નહીં મારા બાળકો મને પણ એર ઇન્ડિયામાં જ મુસાફરી કરવાનું કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamilyfp) on

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, બધાએ તેની જિંદગીમાં પોતાની પ્રાયોરિટી સાચી રાખવી જોઈએ. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તે આ તે તેના પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી શીખવું જોઈએ. મુકેશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયારે તેના પિતા બહુ જ વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે સમય કાઢી લેતા હતા.

 

View this post on Instagram

 

A post shared by NITA AMBANI (@nitaambani9) on

નીતા અંબાણીએ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પિતા તરીકે મુકેશ અંબાણી બેહદ વ્યવહારિક છે. મેં ક્યારે પણ મુકેશ વગર ડિનર નથી કર્યું. ઘર આવ્યા બાદ મુકેશ અંબાણીને બાળકો તેની આસપાસ જોઈએ છીએ. નીતા અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, જયારે બાળકો નાના હતા ત્યારે મુકેશ અંબાણી બાળકોને મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ભણાવતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamilyfp) on

નીતા અંબાણીએ આગળ કહ્યું હતું કે, મારું પાલન-પોષણ મધ્યમ પરિવારમાં થયો છે અને હજુ પણ મારા વિચાર મિડલ ક્લાસના છે. હું બહુ જ ડાઉન ટુ અર્થ છું. હું મારા વિચાર અને વેલ્યુમાં આજે પણ મિડલ ક્લાસ છું. હું અને મુકેશ અંબાણી સામાન્ય રહેવાનું જ પસંદ કરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamilyfp) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.