ભારતમાં ઘણા તહેવારો ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતા હોય છે. તે પૈકીનો એક તહેવાર છે ગણેશ ચર્તુથી. ગણેશ ચતુર્થીનો ઉત્સવ પુરા દેશમાં ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. આ ઉત્સવ લગભગ 10 દિવસ સુધી ચાલે છે. તેથી આ તહેવારને ગણેશ મહોત્સવ પણ કહેવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ઉત્સવ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Ganesh Chaturthi 2019: Mukesh and Nita Ambani’s Invitation Card for Akash and Shloka’s First Ganpati at Home Goes Viral (Watch Video) https://t.co/5FlGkgfjmM pic.twitter.com/Lt5VarQWGR
— News Jox (@NewsJox) August 28, 2019
દેશના સૌથી મોટા ઉધોગપતિ અંબાણી પરિવાર પણ આ તહેવાર ધામધૂમથી મનાવે છે. તગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અંબાણી પરિવાર પણ ગણેશ ચતુર્થી ઉત્સવની તૈયારીમાં લાગી ગયો છે.
A Divine And Beautiful Invite For Ganesh Chaturthi Celebration from the Ambanis! pic.twitter.com/xwsz5pdbi2
— SpotboyE (@Spotboye) August 26, 2019
ખબરોનું માનીએ તો ગણેશ ચતુર્થી માટે નીતા અને મુકેશ અંબાણીએ તેની વહુ અને દીકરી-જમાઈને આ ઉત્સવમાં શામેલ થવાનું નિમંત્રણ મોકલ્યું છે. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારનું ઇન્વિટેશન કાર્ડ વાયરલ થઇ રહ્યું છે. સ્પોટબોય વેબસાઈટ દ્વારા આ ઇન્વિટેશન કાર્ડની તસ્વીર જાહેર કરી છે.
સ્પોટબોય દ્વારા શેર કરવામાં આવેલા કાર્ડમાં નીતા અને મુકેશ અંબાણી સિવાય ઈશા-આનંદ, શ્લોકા આકાશ સિવાય અનંતનું નામ પણ લખવામાં આવ્યું છે. આ કાર્ડ અનુસાર 2 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ રાતે 8 વાગ્યે શરૂ થશે. 9 વાગ્યે આરતી થશે. ત્યારબાદ ડિનર થશે. આ ખાસ તહેવાર પર ભારતીય પરિધાનનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં શેર કરેલા કાર્ડમાં જોઈ શકાય છે કે આ કાર્ડ લાલ અને પીળા કલરનું છે.
View this post on Instagram
આ કાર્ડ ખોલતા જ ગણેશજીની તસ્વીર નજરે આવે છે. કાર્ડ જોઈને લાગી રહ્યું છે કે અંબાણી પરિવાર ગણેશજીનું સ્વાગત શાનદાર અંદાજમાં કરશે. ઈશા અને શ્લોકાના લગ્ન બાદ આ પહેલો મોટો તહેવાર છે. દર વર્ષે અંબાણી પરિવાર દ્વારા આ તહેવારને ધામધૂમથી મનાવવામાં આવે છે.
થોડા દિવસ પહેલા નીતા અંબાણી વહુ શ્લોકા સાથે ચર્ચામાં આવ્યા હતા. આ ચર્ચાનું કારણ હતું કે બન્ને સાથે શોર્ટ ડ્રેસમાં નજરે આવ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks