દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના બાળકોને માત્ર 5 રૂપિયા મળતી હતી પોકેટ મની, મિત્રો કહેતા- અંબાણી કે ભિખારી…

બાળકોને સપ્તાહમાં માત્ર 5 રૂપ્યા આપતા હતા દેશના સૌથી અમીર વ્યક્તિ…

ઘણીવાર આપણા મનમાં એ સવાલ ઊભો થતો હોય છે કે આખરે અંબાણી પરિવારના બાળકોની પરવરિશ કેવી થઇ હશે ? દેશના સૌથી અમીર અંબાણી પરિવારને તેમની મિડલ ક્લાસ વેલ્યુઝ માટે જાણવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે મુકેશ અંબાણીએ પણ તેમના પિતા ધીરૂભાઇ અંબાણીની જેમ બાળકોને સખ્તી સાથે પરવરિશ આપી. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેમના બાળકો જયારે નાના હતા ત્યારે તેમને દર શુક્રવારે 5 રૂપિયા આપવામાં આવતા. જેને તેઓ તેમના સ્કૂલ કેન્ટીનમાં ખર્ચ કરી શકે. વોગ્યુ મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ આ ખુલાસો કર્યો હતો.

નીતા અંબાણીએ કહ્યું હતું કે, ‘જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે હું તેમને દર શુક્રવારે સ્કૂલની કેન્ટીનમાં ખર્ચ કરવા માટે 5 રૂપિયા આપતી હતી. એક દિવસ નાનો દીકરો અનંત દોડતો મારા બેડરૂમમાં આવ્યો અને કહ્યું કે તેને 5ને બદલે 10 રૂપિયા જોઈએ છે. જ્યારે મેં તેને પ્રશ્ન પૂછ્યો તો તેણે કહ્યું કે સ્કૂલના મિત્રો 5 રૂપિયાનો સિક્કો જોઈને મારા પર હસે છે અને કહે છે કે અંબાણી છે કે ભિખારી છે, આ સાંભળીને હું અને મુકેશ અંબાણી ખૂબ હસ્યા.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી જોડિયા ભાઈ-બહેન છે અને બંનેનો જન્મ IVF ટેકનિકથી થયો હતો. વાસ્તવમાં ડૉક્ટરે નીતા અંબાણીને કહ્યું હતું કે તે ક્યારેય માતા નહીં બની શકે, તેથી અંબાણી પરિવારે IVF ટેક્નોલોજીનો સહારો લીધો હતો. જોકે, બાદમાં નાના પુત્ર અનંતનો કુદરતી જન્મ થયો હતો. નીતા અંબાણીએ બાળકોને માત્ર કડક ઉછેર જ નથી આપ્યો, પરંતુ પોતે પણ ખૂબ જ કડક રૂટિનનું પાલન કરે છે.

નીતા અંબાણીના જણાવ્યા મુજબ, એક સમયે તેમનું વજન 90 કિલો સુધી થઇ ગયુ હતું. પરંતુ પછી તેમણે ડાયટ ચાર્ટને અનુસરવાનું શરૂ કર્યુ અને દરરોજ દોઢ કલાકની કસરત કર્યા બાદ તેમણે વજન 47 કિલો પર લાવી દીધું. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ જિયોમાં સક્રિય છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરનો ભાગ છે. આટલું જ નહીં નાના પુત્ર અનંત અંબાણી પણ Jio પ્લેટફોર્મના ડાયરેક્ટર તરીકે જોડાયેલા છે.

Shah Jina