ખબર

અબજોપતિ મુકેશ અંબાણીએ ભારતના મધ્યમ વર્ગને લઈને કહી ખૂબ મોટી વાત, જલ્દી જાણો ફાયદાની વાત

દેશના અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ મધ્યમવર્ગને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેમને જણાવ્યું કે, “આગળના બે દાયકામાં ભારત દુનિયાના પ્રમુખ ત્રણ અર્થવ્યવસ્થામાંથી એક હશે.”

વધુમાં તેમને એમ પણ જણાવ્યું કે, “તેની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે દેશ એક પ્રમુખ ડીઝીટલ સમાજ બની જશે, જેને યુવાનો ચલાવશે. આપણી પ્રતિવ્યક્તિ આવક 1800-2000 અમેરિકી ડોલરથી વધીને 5000 અમેરિકી ડોલર થઇ જશે.

Image Source

અંબાણીએ એ પણ કહ્યું કે ફેસબુક અને દુનિયાની ઘણી કંપનીઓ અને ઉદ્યમીઓ પાસે ભારતમાં વ્યવસાય કરવા આ આર્થિક અને સામાજિક પરિવર્તનનો ભાગ બનવાનો એક સુવર્ણ અવસર છે.