પૌત્રને ખોળામાં ઊંચકીને સિદ્ધિ વિનાયકના દર્શન કરવા માટે પહોંચ્યા મુકેશ અંબાણી, બીજીવાર મા બનનારી શ્લોકા પણ આવી નજર, સાદગીએ જીત્યા દિલ, જુઓ વીડિયો

લખનઉ સામેની મેચ પહેલા મુકેશ અંબાણીએ સિદ્ધિવિનાયકના દરબારમાં ટેકવ્યું માથું, આકાશ અને ગર્ભવતી શ્લોકા પણ સાથે આવ્યા નજર, જુઓ વીડિયો અને તસવીરો

Mukesh Ambani visits Siddhivinayak Temple : દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિ અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો હોય છે. આ પરિવારના સભ્યો અને તેના મોભી મુકેશ અંબાણી અવાર નવાર દેવ દર્શને પણ જતા હોય છે અને ઘણા મંદિરોની બહાર પણ સ્પોટ થતા હોય છે. ત્યારે હાલ મુકેશ અંબાણીની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

મુકેશ અંબાણીએ તેમના દીકરા આકાશ, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી સાથે બુધવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. પરિવારને મંદિર પરિસરમાં પ્રવેશતા અને પછી પ્રાર્થના કર્યા પછી જતા જોવા મળ્યા હતા. તસવીરોમાં મુકેશ અંબાણી પૃથ્વીને લઈને જતા જોઈ શકાય છે.

તેમની મુલાકાત બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ એલિમિનેટર મેચના કલાકો પહેલા આવી હતી. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા બીજી વખત માતા બનવાની છે. ડિલિવરી પહેલા તેઓ ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.

શ્લોકાની સાથે પતિ આકાશ, સસરા મુકેશ અંબાણી અને પુત્ર પૃથ્વી પણ આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. ચારેય જણે ગણપતિ બાપ્પાના દરબારમાં માથું નમાવી નાના મહેમાનની સુખાકારી માટે પ્રાર્થના કરી.

તસ્વીરોમાં મુકેશ અંબાણી તેમના પ્રિય પૌત્ર પૃથ્વીને પોતાના ખોળામાં પકડીને બેઠેલા જોવા મળે છે. ત્યાં પૃથ્વી આંખો ચોળતો જોવા મળી રહ્યો છે. તેની ક્યૂટ શરારતથી લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે.

શ્લોકા મહેતાએ મંદિરમાં જતી વખતે એથનિક લુક પહેર્યો હતો. તેણે સફેદ સૂટ સાથે ગુલાબી સ્કાર્ફ પહેર્યો છે. શ્લોકા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. કપાળ પર માત્ર ટીકો હતો. વાળ પોનીમાં બાંધેલા છે. ફોટામાં શ્લોકાનો બેબી બમ્પ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તસવીરોમાં આકાશ અંબાણી ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. આકાશ-શ્લોકા બીજી વખત માતા-પિતા બનવાથી ખૂબ જ ખુશ છે. ત્યારે હવે આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel