રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નામ આખી દુનિયામાં જાણીતું છે. મુકેશ અંબાણી વિશ્વના 5માં નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણી લોકડાઉન બાદ દરેક કલાકે 90 કરોડની કમાણી કરે છે. અથાગ સંપત્તિના માલિક મુકેશ અંબાણીની બિઝનેસ સેન્સ વિષે તો બધા લોકો જાણે છે. પરંતુ તેની અંગત જિંદગી વિષે બહુ ઓછા લોકોને ખબર હશે. મુકેશ અંબાણી અને તેના નજીકના લોકો દ્વારા આવો જાણીએ કેવી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકની અંગત જિંદગી.

એશિયાના સૌથી રઈસ શખ્સ હોવા છતાં મુકેશ અંબાણી સાધારણ કપડાં પહેર છે. તે હંમેશા સફેદ હાફ શર્ટ અને બ્લેક પેન્ટ અથવા સૂટમાં જોવા મળે છે.

મુકેશ અંબાણી શાકાહારી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તે કયારે પણ દારૂનું સેવન નથી કરતા.

ખુદનો બર્થડે ના મનાવનાર મુકેશ અંબાણી બીજાના બર્થડે પર મોંઘી ગિફ્ટ આપે છે. મુકેશ અંબાણીએ તેની પત્ની નીતા અંબાણીના એક બર્થડે પર એક પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું.

મુકેશ અંબાણીને લઈને કહેવામાં આવે છે કે તે ગમે તેટલા વ્યસ્ત હોય પરંતુ રવિવારના દિવસે તે પરિવાર સાથે જ રહેવાનું પસંદ કરે છે.

મુકેશ અંબાણી તેના ઘર એન્ટેલિયામાં આવનાર મહેમાનની આગતા-સ્વાગતા પણ ખુદ કરે છે. બતાવવામાં આવી રહ્યું છે કે, મહેમાનની પસંદનું જમવાનું પણ બનાવડાવે છે અને ખુદ જ સર્વ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.