ખબર જીવનશૈલી

ખુશખબરી: સસ્તા ફોન અને ઇન્ટરનેટ પછી હવે સસ્તા ઘર આપશે અંબાણી! વાંચો પૂરો અહેવાલ

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ જિયો દ્વારા ભારતમાં દૂરસંચાર ક્ષેત્રની તસ્વીર બદલી ચુક્યા બાદ હવે રિયલ એસ્ટેટમાં પણ કઈંક આવો જ ધમાકો કરવા જઈ રહયા છે. માહિતી મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મુંબઈની નજીક એક વિશ્વસ્તરીય મેગાસિટી તૈયાર કરવાની બ્લુપ્રિન્ટ બનાવી છે. આ મેગાસિટી એટલી મોટી હશે કે આ પ્રોજેક્ટનો દરેક ભાગ પોતાની જાતે જ એક પ્રોજેક્ટ હશે. આ રિલાયન્સ ગ્રુપનો એક માત્ર સૌથી મોટો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. લોકો મુંબઈથી બહાર નીકળીને વસવાનું શરુ કરી શકે છે કારણે કે અહીં શહેર કરતા ઓછા ભાવ હોવાની આશા છે.

Image Source

બદલાઈ જશે મુંબઈની તસ્વીર: અંબાણીની આ મેગાસિટી સિંગાપોરની તર્જ પર ડેવલોપ થશે. જેમાં એરપોર્ટ, પોર્ટ, સી-લિંક કનેક્ટિવિટી પણ હશે. જેમાં 5 લાખથી વધુ લોકો રહી શકશે. આટલું જ નહિ, આ શહેરમાં હજારો કંપનીઓ પણ હશે. આગામી 10 વર્ષમાં આ પ્રોજેક્ટમાં 75 અબજ ડોલર એટલે કે 5.22 લાખ કરોડ રૂપિયાનો રોકાણ કરવામાં આવશે. જેના દ્વારા રિલાયન્સ પ્રોજેક્ટ ડેવલોપ કરશે પણ આ સિટીનું પ્રશાસન પણ રિલાયન્સના કંટ્રોલમાં હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મેગાસિટીના અસ્તિત્વમાં આવ્યા બાદ મુંબઈની આખી તસ્વીર બદલાઈ જશે.

ધીરુભાઈ અંબાણીનું સપનું થશે સાકાર: મુંબઈમાં વિશ્વસ્તરીય શહેર વસાવવાનો પ્લાન મુકેશ અંબાણીનો નહિ પણ રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો હતો. ધીરુભાઈ અંબાણીએ 80ના દાયકામાં આ પ્રોજેક્ટ વિશે વિચાર કર્યો હતો. જો અંબાણીનો આ પ્લાન સફળ થઇ જશે તો મુંબઈને ભારે ભીડભાડથી છુટકારો મળી જશે.

રિલાયન્સે ભર્યું પહેલું પગલું: રિલાયન્સે આ પ્રોજેક્ટ માટે ગયા મહિને જ નવી મુંબઈ સેઝ (NMSEZ) પાસેથી 2100 કરોડ રૂપિયાના શરૂઆતી ભુગતાન પર 4000 એકર જમીન લીઝ પર લેવાની ઘોષણા કરી હતી. NMSEZને મુકેશ અંબાણી, જય કોર્પ ઇન્ડિયા, સ્કિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, અને સીટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોર્પ પ્રમોટ કરે છે.

રિયલ એસ્ટેટની બદલાઈ જશે તસ્વીર: અંબાણી આ યોજનાને વ્યાપક સ્તર પર લોન્ચ કરી શકે છે, જેવું પહેલા કોઈએ જોયું નહિ હોય. રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં આ પ્રોજેક્ટની એ જ અસર થશે જે દૂરસંચારમાં જિયોને કારણે થઇ હતી. એટલે કે રિલાયન્સનો આ પ્રોજેક્ટ ભારતમાં નવી સફળતા બની શકે છે, કારણ કે આખું શહેરની જે તસ્વીર છે, એ આ સંપૂર્ણ રીતે બદલી શકે છે.

Image Source

સસ્તા હશે મકાનો: આ શહેરના અસ્તિત્વમાં આવ્યા બાદ, મુંબઈની તસ્વીર બદલાઈ જશે. આ નવું શહેર રિવર્સ માઈગ્રેશનનું કારણ બની શકે છે. કારણ કે આની કિંમતો મુંબઈના રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા વેચાઈ રહેલા મકાનોની કિંમતની સરખામણીમાં ઓછી હશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks