અંદરથી દેખાય છે મુકેશ અંબાણીનું લક્ઝુરિયસ ઘર એન્ટિલિયા, ક્રિસ્ટલથી સજેલી છે છત, જુઓ ફોટા
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું એક પોતાનું ઘર હોય અને આ ઘર બનાવવા માટે વ્યક્તિ જિંદગી ભર મહેનત કરતો હોય છે. ત્યારે મોટી મોટી હસ્તીઓ તેમના આલીશાન ઘરને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી તેમના વૈભવી ઘરને કારણે ઘણા ચર્ચામાં રહે છે, તેઓ તેમના આલીશાન મહેલ જેવા ઘર એન્ટિલિયામાં પોતાના પરિવાર સાથે રહે છે. આ બહુમાળી ઇમારત ખુબ જ ભવ્ય અને આલીશાન છે. તેનો અંદરનો નજારો જોવા માટે પણ લોકો ઉત્સાહિત રહેતા હોય છે.
મુકેશ અંબાણીનું આલીશાન ઘર એન્ટિલિયા દુનિયાનું બીજું સૌથી મોંઘું ઘર છે. એન્ટિલિયામાં કોઈ વસ્તુની કમી નથી. આ લક્ઝુરિયસ હાઉસમાં સ્વિમિંગ પૂલથી લઈને સિનેમા હોલ સુધીની દરેક વસ્તુઓ છે. તમે એન્ટિલિયાની બહારની તસવીરો ઘણી વખત જોઈ હશે પરંતુ આ સુંદર ઘરની અંદરનો નજારો જોઈને તમે દંગ રહી જશો. તસવીરો જોઈને તમે ચોક્કસ કહેશો કે આ ઘર છે કે મહેલ. તો ચાલો તમને બતાવીએ કે મુકેશ અંબાણીની એન્ટિલિયા અંદરથી કેવી દેખાય છે.
મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, બે દીકરા અને પુત્રવધૂ તેમજ પૌત્ર સાથે એન્ટિલિયામાં રહે છે. મુંબઈના દક્ષિણમાં અલ્ટામાઉન્ટ રોડ પર બનેલ એન્ટિલિયામાં 27 માળ છે અને આ ‘એન્ટીલિયા’ 4,00,000 ચોરસ ફૂટમાં બનેલ છે. મુકેશ અંબાણીના ઘરનું નિર્માણ 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે થયું છે.
એટલું જ નહીં, એન્ટિલિયાથી ખુલ્લા આકાશ અને સમુદ્રનો સુંદર નજારો પણ જોવા મળે છે. આ સિવાય એન્ટિલિયામાં એવા ગેરેજ છે કે જેમાં 168 જેટલી કાર એકસાથે રાખી શકાય છે. આ કારોની સર્વિસ માટે 7મા માળે એક સર્વિસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે.
મુકેશ અંબાણીના ઘરમાં 9 લિફ્ટ છે, જેનાથી કોઈપણ ફ્લોર પર જઈ શકાય છે. આ સિવાય અંબાણીના ઘરમાં યોગા સેન્ટર, ડાન્સ સ્ટુડિયો, હેલ્થ સ્પા અને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યા છે.
આખો અંબાણી પરિવાર એન્ટિલિયાના ઉપરના 6 માળમાં રહે છે. જ્યાં દરેક સુવિધા હાજર છે અને આ 6 માળ અંબાણી પરિવારની દરેક સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. એન્ટિલિયાની આંતરિક ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે આ ઘર મહત્તમ 8 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા સહેલાઈથી સહન કરી શકે.
એન્ટિલિયા હાઉસમાં 27 માળ છે, પરંતુ તેની ઊંચાઈ 60 માળ જેટલી છે. કારણ કે તેની છત ઘણી ઊંચી બનાવવામાં આવી છે. અંબાણી પરિવારના દરેક કાર્યક્રમ અહીં થાય છે. મુકેશ અંબાણીનો પરિવાર ગ્લેમરસ જીવન જીવવા માટે પણ જાણીતો છે. આખો પરિવાર ઘણીવાર બોલિવૂડ સેલિબ્રિટી સાથે જોવા મળે છે. સેલેબ્સ પણ તેમના ઘરે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લે છે.
તમને જણાવી દઈએ કે તેના નિર્માણની જવાબદારી ઓસ્ટ્રેલિયા સ્થિત કન્સ્ટ્રક્શન કંપની લાઇટન કોન્ટ્રાક્ટર્સને આપવામાં આવી હતી, જેણે યુએસ આર્કિટેક્ચર ફર્મ સાથે મળીને આ અદ્ભુત ઈમારત તૈયાર કરી હતી. આ ઘરમાં એક હેલિપેડ પણ છે. હાલમાં જ રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની સગાઈ પણ અહીંયા જ થઇ હતી.