ઇશા અંબાણી અને ટ્વીન્સ બાળકો મુકેશ અંબાણીની 13 કરોડની Rolls-Royce કારમાં આવ્યા, જુઓ કેવો ચમચાટ વટ પડતો હતો

13 કરોડની રોલ્સ રોય્સમાં એન્ટ્રી પડી, ઈશા અંબાણીના જોડકા 2 બાળકોની પહેલી તસવીર સામે આવી- ખુશખુશાલ થઈ જશો

રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે આજનો દિવસ ઘણો જ ખાસ છે. કારણ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીની એકમાત્ર દીકરી ઇશા અંબાણી ટ્વીન્સ બાળકોના જન્મ બાદ પહેલીવાર અમેરિકાના લોસ એન્જલસથી મુંબઇ પરત ફરી છે. આજે પિરામલ પરિવાર અને અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. ઇશા અને તેના બાળકોની ભવ્ય વેલકમ સેરેમની યોજવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો. જેમાં મુકેશ અંબાણીની લક્ઝરી કાર રોલ્સ રોયસ જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, અંબાણી પાસે એકથી એક ચડિયાતી મોંઘી અને લક્ઝરી કારનું કલેક્શન છે. થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના પરિવારે ત્રીજી રોલ્સ-રોયસનું સ્વાગત કર્યુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ કાર દેશની સૌથી મોંઘી કાર છે અને આ કારને 1 કરોડ રૂપિયામાં પેઇન્ટ કરવામાં આવી છે. રોલ્સ રોયસ કાર તેની ઊંચી કિંમતો અને કસ્ટમાઇઝેશન માટે પ્રખ્યાત છે. યુઝર્સ તેમની પસંદગી મુજબ રોલ્સ રોયસમાં ફેરફાર કરાવી શકે છે.

આ વર્ષની શરૂઆતમાં, PTIએ દાવો કર્યો હતો કે Rolls-Royce Cullinanની કિંમત રૂ. 13.14 કરોડ છે, જ્યારે તેની મૂળ કિંમત રૂ. 6.8 કરોડ છે. કસ્ટમાઇઝેશનને કારણે તેના દરો વધે છે. અંબાણીની કારને અદભૂત ટસ્કન સન શેડમાં રંગવામાં આવી છે, જે તેને અલગ બનાવે છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે રોલ્સ રોયસ ક્યુલિનન કાર માટે પેઇન્ટની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીએ નવી કુલીનન માટે “0001” રજીસ્ટ્રેશન નંબર લીધો છે.

આરટીઓના જણાવ્યા મુજબ, મુકેશ અંબાણીએ નવી સીરીઝમાંથી રજીસ્ટ્રેશન નંબર પસંદ કર્યો છે કારણ કે જૂની સીરીઝમાં કોઈ નંબર બાકી ન હતો. એટલા માટે RTOએ માત્ર રજીસ્ટ્રેશન નંબર માટે 12 લાખ રૂપિયા લીધા હતા. જો કે, VIP નંબર મેળવવા માટે સામાન્ય રીતે 4 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. આ કાર માટે નંબર મેળવવા માટે અંબાણીએ જે 12 લાખ રૂપિયા ખર્ચ્યા, તેમાં તો સામાન્ય માણસ એક નહીં પરંતુ બે કાર ખરીદી લે.

રોલ્સ રોયસ કુલીનન કાર વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે તેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હતી. ઓટો એક્સપર્ટના મતે અંબાણીએ આ કારમાં ઘણા બધા ફેરફાર કર્યા છે. એટલા માટે તેને આ કસ્ટમાઈઝ્ડ કાર ઘણી મોંઘી લાગી છે. લક્ઝરી SUV Rolls-Royce Cullinanનું વજન લગભગ 2.5 ટન છે. તેની ટોપ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. તે 6749 cc V12 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 563 BHP પાવર અને 850 NM ટોર્ક જનરેટ કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina