પોતાનાં પર્સમાં કેટલાં પૈસા રાખીને ઘરેથી નીકળે છે મુકેશ અંબાણી, આ ખુલાસો સાંભળીને તમે ચોંકી જ જશો!

0

ભારતના સૌથી સમૃદ્ધ ઉદ્યોગપતિઓની યાદીમાં આવનારા ભારતના મુકેશ અંબાણી આજે આજે ભલે કોણ નહીં જાણતું હોય? જે રિલાયન્સ જીયોના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ વિશે શું કહેવું. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ ગયા વર્ષે પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્ન કર્યા જેમાં દેશ-વિદેશથી મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી અને આ વર્ષે પોતાના મોટા દીકરા આકાશ અંબાણીના શાહી લગ્ન કર્યા હતા, જેમાં આખું બોલિવૂડ તેની જાનમાં નાચ્યું હતું અને આ લગ્નની ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. આ લગ્નમાં પણ દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Image Source

આજે તેમના આખા પરિવારને સૌ કોઈ જાણે છે. મુકેશ અંબાણી આજે જે મુકામ પર છે તે મહેનતના કારણે છે. તેઓ હંમેશા તેમની મહેનતથી સાબિત કરે છે કે સાચી મહેનત કરવાથી જ તે સફળ થયા છે. મુકેશ અંબાણીની ગણતરી ફક્ત દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં થાય છે. સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ લોકોની યાદીમાં મુકેશ અંબાણીનું નામ લેવામાં આવે છે.

અંબાણી પરિવાર સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ પરિવારોમાં એક છે. ઘણી વાર તમે જોયું હશે કે મુકેશ અંબાણી કે પછી તેમના પરિવારના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. મુકેશ અંબાણીનું કુટુંબ રોયલ લાઇફ જીવે છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની વાત કરો તો ભારતનું સૌથી વધુ ભવ્ય ઘર તેનું છે.

Image Source

મુકેશ અંબાણીનું ઘર મોંઘા ઘરની યાદીમાં આવે છે. ઘણીવાર તમારા મનમાં આ પ્રશ્ન જરૂર થતો હશે કે, મુકેશ અંબાણી જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળતા હશે ત્યારે તે કેટલાં પૈસા લઈને નીકળે છે. હવે તમે એ વિચારતા હશો કે આટલા ધનિક વ્યક્તિનું પર્સ તો પૈસાથી ભરેલું રહેતું હશે ને! પણ આજે અહીં તમને એવી આત જણાવીશું કે જે જાણીને તમે ચોંકી જશો પણ આ વાતનો ખુલાસો તેમને પોતે જ કર્યો હતો. મુકેશ અંબાણીએ પોતે જણાવ્યું હતું કે તે જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે કેટલાં પૈસા પોતાની પાસે રાખે છે.

Image Source

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે પૈસા તેમના માટે મહત્વ નથી ધરાવતા, પૈસા ફક્ત એક સંશાધન છે જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે. પૈસાથી ફ્લેક્સિબિલિટી પણ મળે છે. તેઓએ કહ્યું કે તેઓ પોતાના ખિસ્સામાં ન તો પૈસા રાખે છે કે ન તો ક્રેડિટ કાર્ડ. તેમનો જેટલો પણ ખર્ચ થાય છે તે બધાનું બીલ તેમની સાથે રહેલ એક વ્યક્તિ ચૂકવે છે. જો કે બહુ ઓછા લોકો આ વાત જાણે છે કે બાળપણથી લઇને અત્યાર સુધીમાં તેમણે ક્યારેય પોતાનાં પર્સમાં પૈસા નથી રાખ્યા.

મુકેશ અંબાણીના આ નિવેદનથી બધા જ ખૂબ જ આશ્ચર્યચકિત થયા. જ્યા એક સામાન્ય વ્યક્તિના ખિસ્સામાં થોડા પૈસા તો હોય જ છે જયારે દેશના સૌથી ધનિક વ્યક્તિનું ખિસ્સું સાવ ખાલી હોય છે.

Image Source

બાળકોને મળતા હતા 5 રૂપિયા

નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, હું મારા બાળકોને દર શુક્રવારે 5 રૂપિયા નાસ્તો લેવા માટે આપતી. જેથી તે સ્કૂલની કેન્ટીનમાંથી નાસ્તો કરી શકે. એક સમયની વાત છે જ્યારે મારો પુત્ર અનંતે મને કહ્યું કે મારે 10 રૂપિયા જોઈએ. જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો કે કેમ 10 રૂપિયા? પછી તે બોલ્યો કે શાળાના મિત્રો મારુ મજાક ઉડાવે છે અને કહે છે કે તું ફક્ત 5 રૂપિયા જ લાવે છે. તું અંબાણી છે કે ભિખારી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here