જીવનશૈલી

મુકેશ અંબાણીના જન્મદિવસે જાણો કઈ રીતે મુકેશ અંબાણીએ લગ્ન માટે નીતાને કર્યું હતું પ્રપોઝ

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરાના લગ્ન આ વર્ષના સુધી મોટા લગ્ન ગણવામાં આવે છે. મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું, ઈશા અંબાણી અને આનંદ પિરામલની સ્ટોરી પણ રસપ્રદ છે. ત્યારે આજે મુકેશ અંબાણીના 62મા જન્મ દિવસ પર જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સ્ટોરી પણ કોઈ ઓછી ફિલ્મી નથી.

Image Source

નીતા ગુજરાતના એવા પરિવારમાંથી હતા, જ્યા સંગીત અને નૃત્યને પસંદ કરવામાં આવે છે. નીતાના માતા પૂર્ણિમા દલાલ શાસ્ત્રીય નૃત્યમાં નિષ્ણાત હતા. નીતાએ બાળપણથી ક્લાસિકલ ડાન્સ શીખ્યો હતો. એકવાર નીતા બિડલા હાઉસમાં ડાન્સ પ્રોગ્રામમાં ભરતનાટ્યમ પરફોર્મ કરી રહયા હતા, ત્યારે ધીરુભાઈ અંબાણીએ તેમને જોયા અને મુકેશ અંબાણી માટે પસંદ કરી લીધા હતા.

Image Source

ધીરૂભાઇએ નક્કી કરી લીધું હતું કે હવે તો અંબાણી પરિવારની વહુ નીતા બનશે અને તેમને નીતાના ઘરે ફોન કર્યો હતો. ફોન નીતાએ જ ઉઠાવ્યો અને તેને ધીરુભાઈને કહ્યું હતું કે તે એલિઝાબેથ ટેલર વાત કરી રહી છે. નીતાને એવું લાગ્યું હતું કે કોઈ તેમની સાથે મજાક કરે છે, કારણ કે સાપને પણ વિહાર તો ન હતો કે આટલા મોટા બિઝનેસમેન ધીરુભાઈ તેમને ફોન કરશે.

Image Source

તે પછી ધીરૂભાઇએ નીતાના પરિવાર સાથે વાત કરી હતી. જયારે નીતા અને મુકેશના લગ્નની વાતો ચાલી રહી હતી ત્યારે નીતા અભ્યાસ કરી રહયા હતા. તેઓ ઇચ્છતા હતા કે પહેલા પોતાનો અભ્યાસ પૂરો થાય પછી જ લગ્ન કરે. તેમને આ વાત ધીરુભાઈને પણ જણાવી હતી.

Image Source

એ પછી મુકેશ અને નીતાની મુલાકાતો વધી અને એક વાર જયારે મુકેશ અંબાણી અને નીતા કારથી પેડર રોડથી પસાર થઇ રહયા હતા, ત્યારે સાંજનો સમય હતો. અચાનક મુકેશ અંબાણીએ રસ્તા વચ્ચે જ કાર રોકી અને નીતાને કહ્યું, “શું તું મારી સાથે લગ્ન કરીશ?… જ્યાં સુધી જવાબ નહિ આપે ત્યાં સુધી હું કાર નહિ ચલાઉ.” માહોલ એવો હતો કે નીતા અંબાણીના ચહેરા પર હલકું સ્મિત, લાલ લાઇટને કારણે પાછળ ઉભેલી ગાડીઓનો અવાજ અને મુકકેશનો આ સવાલ… ત્યારે નીતાએ પોતાનો જવાબ હામાં આપીને કહ્યું હતું, યસ, આઈ વીલ… આઈ વીલ…

Image Source

નીતાનો હામાં જવાબ સાંભળ્યા પછી જ મુકેશે કાર આગળ વધારી હતી. આ પછી નીતાએ મુકેશને પૂછ્યું હતું કે જો હું ના કહેતે તો શું તું અમને કારમાંથી ઉતારી દેતે? ત્યારે મુકેશે કહ્યું હતું કે ના હું એવું ક્યારેય ન કરતે. હું તને ઘરે મૂકી જાત. એ સમયે નીતા 20 વર્ષના અને મુકેશ 21 વર્ષના હતા. આ લવ સ્ટોરીનો ઉલ્લેખ નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

Image Source

આ ઘટના પછી નીતા અને મુકેશના લગ્ન થયા. આ લગ્નની કેટલીક તસવીરો જુઓ. જેમાં નીતા ખૂબ જ સુંદર દેખાઈ રહયા છે. અને આ કપલ ખૂબ જ ખુશ પણ જણાઈ રહ્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App