ભારતના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના જીવન વિશેની ઘણી વાતો આપણે જાણીએ છીએ, તેમના પરિવારની વૈભવી લાઈફ સ્ટાઇલ પણ આપણે જોઈએ છે, પરંતુ મુકેશ અંબાણીને આપણે હંમેશા એકદમ સિમ્પલ જ જોતા હોઈએ છીએ, આટ આટલો વૈભવ હોવા છતાં પણ મુકેશ અંબાણી ખુબ જ સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે.

આપણને લાગતું હશે કે મુકેશ અંબાણી પાસે કોઈ વાતની ખોટ નથી, તે મોંઘામાં મોંઘા કપડાં પહેરતાં હશે, 24 કલાક એસીમાં રહેતા હશે, વૈભવી જીવન જીવતા હશે અને સારામાં સારું જમવાનું જમતા હશે. પરંતુ તમારી આ માન્યતા ખોટી છે. મુકેશ અંબાણી ખુબ જ સામાન્ય જીવન જીવે છે. ચાલો જાણીએ તેમના જીવનના કેટલાક એવા કિસ્સાઓ.

મુકેશ અંબાણી ખુબ જ સિમ્પલ કપડાં પહેરવાનું પસંદ કરે છે. મોટાભાગે તેમને સફેદ શર્ટ અને કાળા પેન્ટની અંદર જ જોવામાં આવે છે. ખાણી-પીણીની જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી શુદ્ધ શકાહારી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે ક્યારેય શરાબને હાથ પણ નથી લગાવતા. મુકેશ અંબાણી પોતાના કરતા પોતાના પરિવારના સદસ્યો માટે વધારે ખર્ચ કરે છે. પોતાના પરિવારના સદસ્યો માટે તે કરોડો ખર્ચી દે છે. પરંતુ તે પોતે સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે.

મુકેશ અંબાણી ક્યારેય પોતાનો જન્મ દિવસ પણ નથી ઉજવતા, પરંતુ બીજાના જન્મ દિવસ ઉપર તે સૌથી મોંઘી ભેટ આપતા હોય છે. પોતાની પત્ની નીતા અંબાણીના એક જન્મ દિવસ ઉપર તેમને પ્રાઇવેટ જેટ પણ ભેટ આપ્યું હતું.

મુકેશ અંબાણી વિશે કહેવામાં આવે છે કે તે ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ રવિવારનો દિવસ તે પોતાના પરિવારને જ આપતા હોય છે. આખો રવિવાર તે પરિવાર સાથે બેસીને વિતાવે છે. મુકેશ અંબાણી ખુબ જ ધાર્મિક પણ છે. જેના કારણે દરેક તહેવારને તે ખુબ જ ધામધૂમથી ઉજવે છે. ઈશ્વરમાં તે અતૂટ શ્રદ્ધા રાખે છે.

મુકેશ અંબાણી આટલા ધનવાન હોવા છતાં પણ તેમને પૈસાનું સહેજ પણ ઘમંડ નથી. તે જમીન સાથે જોડાયેલા છે સાથે જ તે પોતાના બાળકોને પણ જમીન સાથે જોડાયેલા રહેવા માટેની સલાહ આપે છે. તે પોતાના બાળકોને પણ પૈસાનું મહત્વ સમજાવતા રહે છે. પૈસાની સાથે તે બાળકોમાં યોગ્ય સંસ્કારોનું પણ સિંચન કરે છે.

એકવાર તેમના દીકરા આકાશ અંબાણીએ તેમના સિક્યુરિટી ગાર્ડ ઉપર ગુસ્સામાં વાત કરી હતી ત્યારે મુકેશ અંબાણી ઉપરથી આકાશને જોયો અને પછી આકાશને સમજાવ્યો હતો બાદમાં આકાશે સિક્યુરિટી ગાર્ડ પાસે માફી પણ માંગી હતી.

મુકેશ અંબાણીના ઘરમાં કોઈપણ મહેમાન આવે તો તેનું સ્વાગત પણ તેઓ જાતે જ કરતા હોય છે. તેમના માટે જમવાની પણ વ્યવસ્થા તેમની દેખરેખમાં થાય છે અને જમવાનું પણ તેઓ જાતે જ પીરસે છે, ઘણા પ્રસંગોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીને જમવાનું પીરસતા જોવામાં આવ્યા છે.