અજબગજબ ખબર

સામાન્ય માણસના જેવું જ જમે છે મુકેશ અંબાણી, આ ગળી વસ્તુ તો એટલી પસંદ છે કે રોડના કિનારે પણ….

દેશના નંબર ૧ બિઝનેસમેન મુકેેશ અંબાણી સાવ સાદું જામે છે, થાળીમાં પીરસાય છે માત્ર આટલી જ વાનગીઓ

ભારતના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના વૈભવી જીવન વિશે આપણે સૌ જાણીએ છીએ. મુકેશ અંબાણી હવે તો વિશ્વના ટોપ 10 સૌથી ધનવાન વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. આટલા ધનવાન વ્યક્તિ હોવા છતાં પણ મુકેશ અંબાણી પોતાના અંગત જીવનમાં ખુબ જ સામાન્ય જીવન જીવનારા માણસ છે. તેમને ના હાઈફાઈ કપડાં કે ના વૈભવી લાઈફ સ્ટાઇલમાં રસ છે. પણ જમવાના શોખીન છે. એક સામાન્ય ગુજરાતીની જેમ જ તે પોતાનું જીવન જીવે છે.

Image Source

તો બીજી તરફ તેમના બાળકો અને તેમની પત્ની હંમેશા પોતાની વૈભવી લાઈફ સ્ટાઇલને લઈને ચર્ચામાં આવતા હોય છે. મુકેશ અંબાણીના શોખ પણ ખુબ જ ઓછા છે અને તેમના જમવાના શોખ વિશે જો વાત કરીએ તો તે જમવામાં પણ બહુ જ સાદું જમવાનું જમે છે.

Image Source

મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી ભોજન લે છે. તે નોન વેજ.ને ક્યારેય હાથ પણ નથી લગાવતા. તો તેઓ ક્યારેય શરાબ પણ નથી પિતા. મુકેશ અંબાણીને સાદો અને હલકો ખોરાકે જ લેવાનું પસંદ છે. નાસ્તામાં પણ તે પપૈયાનું જ્યુસ અને નટ્સનું સેવન કરે છે. તેમના ઘરે રવિવારના દિવસે સાઉથ ઇન્ડિયન નાસ્તો ખાવામાં આવે છે.

Image Source

મુકેશ અંબાણી પોતાના જમવામાં દાળ, ભાત, શાક અને રોટલી ખાય છે. મુકેશ અંબાણીને મોટાભાગે બાજરીનો રોટલો ખાવો ખુબ જ પસંદ છે. જયારે તેમની સૌથી મનગમતી ડીશ ઈડલી સાંભર છે.

Image Source

હવાઇ યાત્રા દરમિયાન મુકેશ અંબાણી મોટાભાગે એરપોર્ટની કેન્ટીનમાં ઈડલી અને સાંભર જ ખાય છે. મુકેશ અંબાણીને મુંબઈ સ્થિત સ્વાતિ રેસ્ટોરન્ટનું ખાવાનું ખુબ જ પસંદ છે. જ્યારે તે ઘરેથી દૂર હોય છે ત્યારે તે મોટાભાગે ગુજરાતી જમવાનું જ પસંદ કરે છે.

Image Source

અંબાણી ફૂડ લવર છે. આ વાત  તો તેમને ઓળખનારા દરેક કોઈને ખબર હશે. મુકેશ અંબાણીને જ્યારે ફાસફુડ ખાવાનું મન થાય છે ત્યારે તે મુંબઈના કોલાબામાં આવેલા એક રેસ્ટોરન્ટની બનેલી ચાટ ખાય છે.

Image Source

મુકેશ અંબાણી વિશે ઘણા જ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે તેમને જલબે ખાવાનું એટલું બધું પસંદ છે કે તેમને જો રોડના કિનારા ઉપર કોઈ જલેબીની દુકાન દેખાઈ જાય તો પણ તે ત્યાંની જલેબી ખાતા અચકાતા નથી.