જીવનશૈલી

બનવા માંગો છો દેશના સૌથી ધનિક વ્યક્તિના ડ્રાઈવર? તો પાસ કરવી પડશે આ પરીક્ષા… પગાર મળશે અધધધ…

ગયા વર્ષે જ મુકેશ અંબાણી અલીબાબા ગ્રુપના સંસ્થાપક જૈક માને પાછળ છોડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. એશિયાના આ સૌથી ધનિક વ્યક્તિ ફોર્બ્સ મેગેઝીનની વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની લિસ્ટમાં 13મા સ્થાને છે. ભારતમાં મુકેશ અંબાણીના વિલાસભર્યા જીવન વિશે જાણવામાં સૌને રસ હોય છે. મુકેશ અંબાણીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં દીકરી ઈશા અંબાણીના લગ્ન કર્યા અને આ વર્ષના સૌથી મોટા લગ્ન ગણાતા આકાશ અંબાણીના લગ્ન માટે પણ ચર્ચાઓમાં રહયા છે.

Image Source

એક અનુમાન અનુસાર, ઈશા અંબાણીના લગ્નમાં 720 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા અને દીકરા આકાશના લગ્નમાં તેનાથી પણ વધુ ખર્ચો કર્યો હોવાની અટકળો છે. અંબાણીનું ઘર એન્ટિલિયા પણ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. તો તેમને ત્યાં કામ કરનારા કર્મચારીઓનો પગાર કેટલો હશે! તો આજે જાણીએ કે મુકેશ અંબાણીના ડ્રાઈવર કેટલો પગાર લે છે અને તેમની પસંદગી કઈ રીતે થાય છે. મુકેશ અંબાણીના ડ્રાઇવરનો પગાર ખૂબ જ વધારે છે પરંતુ ત્યાં દરેક વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શકતું નથી.

Image Source

કઈ રીતે થાય છે ડ્રાઈવરની નિયુક્તિ?

દરેકને એશિયાના સૌથી ધનિક વ્યક્તિના ડ્રાઈવર બનવાનો મોકો નથી મળતો. તેમના ડ્રાઇવરની પસંદગી વિધિવત રીતે કરવામાં આવે છે. મુકેશ અંબાણીના ડ્રાઇવરની નિયુક્તિ કરવા માટે કાયદેસર રીતે પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આ કંપનીઓની જવાબદારી હોય છે કે એ ડ્રાઈવરને સાચી રીતે પસંદ કરે. સૌથી પહેલા એ વાતની તપાસ કરવામાં આવે છે કે પસંદગી કરેલો ડ્રાઈવરનું કોઈ ગુનાહિત બેકગ્રાન્ડ તો નથી ને. આ કંપનીઓ ડ્રાઈવરને ટ્રેનિંગ પણ આપે છે એ પછી ડ્રાઈવરને ઘણા પ્રકારની મુશ્કેલ પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ કોઈ પણ ડ્રાઈવરને નિયુક્ત કરવામાં આવે છે.

Image Source

કેટલો પગાર મળે છે ડ્રાઈવરને?

પગારની વાત કરીએ તો આટલી મુશ્કેલ પરીક્ષાઓમાંથી પાસ થયા બાદ જે ડ્રાઈવર નિયુક્ત થાય છે, તેનો પગાર હજારોમાં નહિ પણ લાખોમાં હોય છે. આ ડ્રાઈવરને માસિક 2 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. એટલે કે વાર્ષિક 24 લાખ રૂપિયા મળે છે. ભવ્ય ઘરના માલિક, 160થી વધુ કારોનું કલેક્શન ધરાવતા, દીકરી અને દીકરીના શાહી લગ્ન કરનારા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માટે તેમના ડ્રાઈવરને વાર્ષિક 24 લાખ રૂપિયા આપવા કોઈ મોટી વાત નથી.