દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી તેમના જીવનને લઇને ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. તમને જણાવી દઇએ કે, તેમણે બે બાળકો ઈશા અને આકાશ અંબાણીના 2018 માં લગ્ન ખૂબ જ શાનદાર કર્યા હતા. તેમણે બંને બાળકોના લગ્ન ધૂમધામ કર્યા હતા.
મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્નમાં સંપૂર્ણ બોલિવુડ હાજર રહ્યુ હતું. આ ઉપરાંત બોલિવુડ સ્ટાર્સે ઇશા અંબાણીના લગ્નમાં મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ અને તેમને જમવાનું પણ પરોસ્યુ હતું.
બિઝનેેસમેન ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામીલ સાથે થયા છે. બંનેના લગ્ન એન્ટીલિયામાં થયા હતા. લગ્નના કેટલાક વીડિઓ સામે આવ્યા હતા જેમાં બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચનથી લઇને આમિર ખાન સુધી બધાએ અંબાણીના મહેમાનોને જમવાનું પીરસતા નજરે પડ્યા હતા.
સેલેબ્સના વીડિઓ જાઇ યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતુ. યુઝર્સે એવા સવાલ કર્યા હતા કે, કેમ આ સેલેબ્સે જમવાનુ પીરસ્યુ. આ સવાલનો જવાબ આપતા અભિષેક બચ્ચને કહ્યુ હતુ કે, ગુજરાતી લગ્નમાં આ એક રિવાજ છે જેને સજ્જન ઘોટ કહેવામાં આવે છે. આ રિવાજમાં છોકરીવાળા છોકરાવાળાને તેમના હાથથી જમવાનું પીરસે છે.
ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ અને આમિર જ નહિ પરંતુ એશ્વર્યા, અભિષેક, શાહરૂખ ખાને પણ જમવાનું પીરસ્યુ હતું. તમને જણાવી દઇએ કે, લગ્નમાં આવેલા મહેમાનોને અંબાણીએ ચાંદીની થાળીમાં જમવાનું ખવડાવ્યુ હતું.
ઈશા અંબાણીના લગ્નમાં દેશ-વિદેશથી મોટી મોટી હસ્તિઓ આવી હતા. ત્યાં જ બોલિવુડના સ્ટાર્સ પણ અંબાણી મહેલ પહોંચ્યા હતા. ઈશાના સસરા અજય પીરામલે ગિફ્ટમાં પાંચ ફ્લોર વાળો શાહી મહેલ ગિફ્ટ કર્યો હતો. અંબાણીના ઘરનું નામ ‘એંટીલિયા’ છે જયારે ઈશાના ઘરનું નામ ‘ગુલિટા’ છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ ઈશા અને પીરામલનો શાહી મહેલ.