દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને મૂળ ગુજરાતના ચોરવાડ ગામના વતની એવા મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક લોકોની લિસ્ટમાં પણ નામના ધરાવે છે. જો કે આટલા ધનવાન હોવા છતાં પણ મુકેશ અંબાણી સામાન્ય જીવન જીવવામાં માને છે. આજે અમે તમને મુકેશ અંબાણીની દિનચર્યા વિશે જણાવીશું કે તે સવારથી લઈને સાંજ સુધી શું-શું કરે છે.

મુકેશ અંબાણીની દિનચર્યા અમુક મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળી છે તો અમુક બાબતો પત્ની નીતા અંબાણી અને ખુદ મુકેશજી દ્વારા ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવી છે.

રિલાયન્સના ચેરમેન મુકેશજી સવારે વહેલા ઊઠવામાં માને છે. મુકેશજીનો દિવસ સવારે 5 વાગ્યે શરૂ થઇ જાય છે અને તે પોતાના પર્સનલ જિમ જાય છે જે એન્ટેલિયાના બીજા માળ પર બનેલો છે. જ્યાં તે અમુક સમય સુધી વ્યાયામ કરે છે. જેના પછી તે ચા પીવે છે અને ન્યુઝપેપર પણ વાંચે છે. જણાવી દઈએ કે અંબાણી હાઉસમાં દરેક વ્યક્તિનું પોતાનું પર્સનલ જિમ બનેલું છે.

જીમમાંથી આવ્યા પછી મુકેશ અંબાણી 6 થી 7.30 ની વચ્ચેના સમયમાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરે છે અને 19માં માળ પર નાશ્તો કરવા માટે જાય છે. મુકેશજી શુદ્ધ શાકાહારી છે અને તે નાશ્તામાં જ્યુસ, દલિયા કે પછી દહીંની સાથે મિસ્સી રોટલી લેવાનું પસંદ કરે છે. રવિવારે મુકેશજી નાશ્તામાં ઈડલી સંભાર લેવાનું પસંદ કરે છે.

સવારે 9 થી 10ની વચ્ચે મુકેશજી એન્ટેલિયાના 14માં માળ પર હોય છે. અહીં તેનો બેડરૂમ છે જ્યા તે ઓફિસ માટે તૈયાર થાય છે. ઘરેથી નીકળતા પહેલા તે પોતાની માં, પત્ની અને બાળકો સાથે અમુક સમય પણ વિતાવે છે.જેના પછી 21માં માળ પર પોતાની પર્સનલ ઓફિસ પર જઈને જરૂરી ફાઇલ્સ કલેક્ટ કરે છે અને નરીમન પોઇન્ટ પર પોતાની હેડ ઓફિસ માટે નીકળી જાય છે. અને રાતના 11 વાગ્યા સુધી મુકેશજી પોતાનો સમય ઓફિસમાં જ વિતાવે છે.

રાતે 11 વાગ્યાની આસપાસ મુકેશજી ઘરે આવે છે અને 19માં માળ પર પોતાના રૂમમાં કપડા ચેન્જ કરે છે અને ફ્રેશ થાય છે અને 11 થી 12ની વચ્ચે તે અહીં પત્ની સાથે ડિનર કરે છે.

મુકેશજીના સાંજના ભોજનમાં રોટલી-શાક, દાળ–ભાત અને સલાડ હોય છે. સાંજના ભોજન પછી મુકેશજી પત્ની સાથે દિનચર્યાની વાતો શેર કરે છે અને 2 થી 2.30ની વચ્ચે ઓફિસના બાકી વધેલા કામને લિપટાવીને ઊંઘી જાય છે.

જણાવી દઈએ કે મુકેશ અંબાણી દરેક કલાકના લગભગ 90 કરોડ દરેક મિનિટના 1.5 કરોડની કમાણી કરી લે છે. મુકેશ અંબાણી ભલે આટલા વ્યસ્ત વ્યક્તિ હોય પણ તે પોતાની આદતો સાથે બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, મુકેશ અંબાણી રવિવારનો દિવસ હંમેશા પોતાના પરિવાર સાથે જ વિતાવે છે.