મુકેશ અંબાણી અને તેનો પરિવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી તેની લકઝરીયસ લાઈફ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલ ફરી એક વાર અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે. દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે.
View this post on Instagram
આકાશ અને શ્લોકા બંને 4 વર્ષની ઉંમરથી જ સાથે સાથે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણ્યા છે. ત્યારબાદ શ્લોકાએ 2009માં ન્યુ જર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સીટીમાં આગળનો અભ્યાસ કર્યો. તે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી લોમાં માસ્ટર પણ છે. શ્લોકા અને આકાશના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા.
View this post on Instagram
શ્લોકા મહેતા દેશના સૌથી દિગ્ગજ હીરા કારોબારી રશેલ મહેતાની દીકરી છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના ઘરની વહુ હોવાની સાથે સાથે તે એક બિઝનેસ વુમન પણ છે. તે રોજી બ્લુ ફાઉન્ડેશનના ડાયરેક્ટરની પોસ્ટ ઉપર કામ કરી રહી છે. આ ઉપરાંત તે ConnectFor NGOની ફાઉન્ડર પણ છે.
We are happy to share with y’all that, we welcome a new family member, the baby boy of Akash and Shloka. ❤
Posted by Nita Ambani on Thursday, December 10, 2020
બિઝનેસ અને એનજીઓ સાથે જોડાયેલા કામમાંથી નવરાશ મળવા ઉપર શ્લોકા આઉટિંગ ઉપર પણ જાય છે. પતિ આકાશની જેમ જ શ્લોકાને પણ મોંઘી ગાડીઓનો ખુબ જ શોખ છે. શ્લોકા પાસે બેન્ટલી કાર છે જેની કિંમત 4 કરોડ રૂપિયા છે. શ્લોકા મહેતા પાસે મીની કૂપર અને મર્સીડીસ જેવી વૈભવી ગાડીઓ પણ છે.
View this post on Instagram
શ્લોકા મહેતાને મોંઘા મોંઘા લગ્ઝરીયસ બૈગ્સનો ખુબ જ શોખ છે. તેના બૈગ કલેક્શનમાં ઘણા મોંઘા બ્રાન્ડ્સના બૈગ્સ છે. અમુક દિસવો પહેલા જ શ્લોકાએ ઈશા અંબાણીની પાર્ટીમાં ખુબ જ સુંદર જમ્પસુટ પહેર્યું હતું અને સાથે જ પહેલાના સમયના સ્ટીરિયો બોક્સ જેવું દેખાતું બૈગ પણ સાથે રાખ્યું હતું. શ્લોકાને ‘Gin & Tonic tea’ અને ‘Sundae tea’ ખુબ જ પસંદ છે. Gin & Tonic tea ની કિંમત 899 રૂપિયા છે જે 4 ફ્લેવર્સમા પણ ઉપલબ્ધ છે. આ ચા જ્યુબિપ્ર બેરીજ, ધાણા, મેથી, લેમન બામ અને ગ્રીન ટી નું મિક્સ્ચર હોય છે.
નોંધનીય છે કે વર્ષ 2020 અંબાણી પરિવાર માટે ખૂબ સ્પેશિયલ રહ્યું છે કારણ કે આ વર્ષમાં રિલાયન્સના શેરમાં ખૂબ તેજી જોવા મળી છે અને અંબાણીએ પોતાનો હિસ્સો અને બીજી કંપની વેચીને લાખ કરોડ રૂપિયાની આવક પણ ઉભી કરી. સોર્સ: દૈનિક ભાસ્કર