ખબર

વાઇબ્રન્ટમાં ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ઘોસણા કરી….એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપશે અને કરોડોનું ગુજરાતમાં રોકાણ કરશે

હાલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 ચાલી રહી છે. દેશભરના ઉદ્યોગપતિઓ આ સમિટમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, “વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ મારા માટે ગૌરવની વાત છે. છ કરોડ ગુજરાતીઓનું સપનું એ મારું સપનું છે.”

મુકેશ અંબાણીએ કહ્યું કે “ગુજરાત આખા વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રાજ્ય રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ રહ્યું છે. આપણે આપણા ગુજરાતના સ્ટાર્ટઅપ, ફાયનાન્સ, ખેતી, સ્વાસ્થ્ય અને ટેક્નોલોજી તેમજ સ્માર્ટ ગામો બનાવવામાં નંબર એક બનાવવાનું છે.”

તેઓએ ગુજરાત માટે આ સમિટમાં કેટલીક જાહેરાતો કરી છે:

  • જીઓ અને રિલાયન્સ રિટેલ મળીને આગામી દિવસોમાં ગુજરાતમાં ઇ-કોમર્સનું નવું પ્લેટફોર્મ ઉભું કરશે. જેનો લાભ ગુજરાતના 12 લાખ નાના વેપારીઓ અને દુકાદારોને મળશે. એમઝોન ડોટકોમ ઈન્ક અને વોલમાર્ટ ઈન્કના ફ્લિપકાર્ટને ટક્કર આપશે.
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ગુજરાતમાં 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આવનારા દિવસોમાં રિલાયન્સ ગુજરાતમાં બમણું રોકાણ કરવા જઈ રહ્યું છે.
  • Jio નેટવર્ક 5G માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાત આગામી વર્ષોમાં ડિજીટલ કનેક્ટીવીટીમાં અગ્રેસર રહેશે. માત્ર સ્માર્ટ સિટી નહીં પણ સ્માર્ટ વિલેજ માટે પણ તેઓએ કટિબદ્ધતા વ્યક્ત કરી.
  • પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)ના વધુ વિકાસ માટે રિલાયન્સ 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પીડીપીયૂ દેશની સર્વશ્રેષ્ટ યુનિવર્સિટી બનશે.
  • રિલાયન્સનું બિઝનેસ મોડેલ ચોક્કસ લોકેશન કેન્દ્રીત મર્યાદિત રોકાણથી ખસીને ગુજરાતભરમાં ડિસ્ટ્રીબ્યુશન આધારિત વિશાળ રોકાણ રહેશે. જામનગર રિફાઇનરીની જેમ એક જ સ્થળે મર્યાદિત રોકાણ નહીં પણ રાજ્યના તમામ જિલ્લામાં મોટું રોકાણ કરશે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.