જીવનશૈલી

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની 32 વર્ષ જૂની 10 તસ્વીરો થઇ વાયરલ- તમે જોઈ કે નહિ?

દેશના સૌથી ધનિક દંપતી મુકેશ અંબાણી અને નીતા અંબાણી છેલ્લા 32 વર્ષથી ખુશહાલ લગ્નજીવન જીવી રહયા છે.

આ દંપતી ઘણીવાર કોઈને કોઈ ઇવેન્ટમાં હાજરી આપતા હોય છે, ત્યારે હાલમાં જ તેમની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો તેમના લગ્ન સમયની છે.

Image Source

તેમના લગ્ન એરેન્જ મેરેજ હતા, જે મુકેશ અંબાણીના માતા કોકિલાબેને ફિક્સ કર્યા હતા. એક ઇવેન્ટમાં કોકિલાબેને નીતાને જોઈ હતી અને આ ઇવેન્ટમાં તેમને નીતાનું ડાન્સ પરફોર્મન્સ ગમ્યું હતું. આ પછી મુકેશ અને નીતા એકબીજા સાથે સમય વિતાવવા લાગ્યા.

ઘણીવાર મુકેશ પોતાની કાર છોડીને મીતા સાથે મુંબઈની બસોમાં મુસાફરી કરતા, જેનાથી નીતા ઈમ્પ્રેસ થયા હતા. નીતા એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા,

અને તેઓ એક શાળામાં 800 રૂપિયાના મહિનાના પગાર સાથે શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા.

Image Source

નીતાને નોકરી કરવી ગમતી હતી અને તેમાં પણ બાળકો સાથે વાતચીત કરવી તેમને ગમતી હતી. તેમને ડર લાગ્યો કે લગ્ન પછી જો તેમના શોખ પુરા કરવા નહિ દે તો.

નીતાએ મુકેશ સામે શરત રાખી કે જો લગ્ન પછી પણ નોકરી કરવા દેશે તો જ લગ્ન માટે હા છે. એ પછી જ નીતાએ મુકેશ સાથે લગ્ન કર્યા અને ખાનગી શાળામાં નોકરી ચાલુ જ રાખી.

Image Source

1987 વર્લ્ડકપ ભારતમાં રાખવામાં આવ્યો હતો એ વખતે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સે તેમને વર્લ્ડકપના મેચની ટિકિટો આપી પણ તેમને ટિકિટ ન સ્વીકારી.

પછી આ પેરેન્ટ્સ શોક થઇ ગયા હતા જયારે તેમને નીતાને સ્ટેડિયમના વીઆઈપી બોક્સમાં જોયા હતા. આ પછી તેમને ખબર પડી હતી કે તેમના બાળકની શિક્ષિકા અંબાણી પરિવારની વહુ છે.

Image Source

પણ જેમ કહેવાય છે કે જવાબદારીઓ નિભાવવાની હોય છે, તેમને નોકરી છોડી દીધી અને ફેમિલી બિઝનેસ પર ફોક્સ કર્યું.