“તોડમાંથી તમારું પેટ ભરાતું નથી કે 500-500ના મફતના ફીરકા લેવા નીકળી પડો છો ?” મેહુલ બોઘરાએ મફતના ફીરકા લેતા પોલીસને લીધા આડેહાથ, જુઓ

સુરતમાં ફીરકી બાબતે થયેલી માથાકૂટમાં પોલીસે એડવોકેટ મેહુલ બોઘરાએ ફટકારી નોટિસ, પોલીસકર્મીઓ નોટિસ આપવા ઓફિસમાં આવતા જ મેહુલ બોઘરાએ કહ્યું એવું કે… જુઓ

Muhul boghra Teaches Lesson :3 દિવસ પહેલા જ ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાયો અને ગુજરાતીઓએ તો આ તહેવારને ખુબ જ મન ભરીને માણ્યો પણ. સોશિયલ મીડિયામાં ઉત્તરાયણની ઉજવણીના ઘણા બધા વીડિયો પણ સામે આવ્યા. ત્યારે સુરતમાંથી આવેલા એક વીડિયોએ સૌના હોશ ઉડાવ્યા હતા. જેમાં કોઈ દુકાન પર ફીરકી બાબતે મારામારી થતી પણ જોવા મળી હતી. આ મામલે સુરતના જાગૃત નાગરિક અને એડવોકેટ મેહુલ બોઘરાએ પણ વીડિયો  બનાવીને પોલીસને આડેહાથ લીધી.

શું હતો મામલો ?:

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાયણના તહેવાર પર એક ગ્રાહક અને પતંગના સ્ટોલ વચ્ચેની માથાકૂટમાં પોલીસ મધ્યસ્થિ બને છે. ત્યાર બાદ એડવોકેટ મેહુલ બોઘરા આ મામલે એક વીડિયો પણ બનાવે છે. જેમાં મેહુલ બોઘરા પોલીસને આડેહાથ લેતા 150-500 રૂપિયાની મફતની ફીરકી લેતા પોલીસવાળાને લુખ્ખા પણ કહે છે. ત્યારે આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવી તેમને નોટિસ  આપવા માટે પણ આવે છે.

નોટિસ આપવા આવ્યા હતા પોલીસકર્મીઓ :

મેહુલ બોઘરાની ઓફિસમાં આવેલા 3 પોલીસકર્મીઓને તે કાયદાનું ભાન કરાવે છે અને કહે છે કે “તમે કઈ કલમ હેઠળ મને નોટિસ આપી શકો, પહેલા મારા વિરુદ્ધ FIR દાખલ કરો અને પછી નોટિસ મોકલો. એમ કહીને તે પોલીસકર્મીઓને પણ ઓફિસમાંથી કાઢી મૂકે છે. મેહુલ બોઘરા કહે છે કે, “પહેલા તમે કાયદો સરખો ભણો આ કલમ ક્યારે લાગે તમને ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ પર FIR નોંધાય છે તે પછી તમે કોઈના વિરુદ્ધ આ કલમ મુજબ નોટિસ પાઠવી શકો છે તો તમે પહેલા મારી પર FIR નોંધો અને પછી હું તમે જવાબ આપીશ.”

સરથાણામાં બની ઘટના :

તો ઘટના બાદ બનાવેલા વીડિયોમાં મેહુલ બોઘરા લાલઘૂમ થઈને પોલીસ પર આક્ષેપો પણ મૂકી રહ્યા છે. તે કહે છે કે આ ઘટના સરથાણામાં બની છે, એકભાઈ પતંગનો સ્ટોલ  ચલાવતા હતા અને ત્યાંથી PCR વાળા અવાર નવાર મફતમાં ફીરકીઓ તો લઇ જ જતા હતા, એના બાપની દુકાન હોય એ રીતે, 4-5 ફીરકીઓ તો લઇ ગયા હતા, પછી એક  પોલીસનો મળતિઓ, એક ફીરકી લઇ જાય છે અને તે ફીરકી ખરાબ નીકળે છે,  ત્યારે પેલા સ્ટોલવાળા ભાઈને 14 તારીખે બધો સ્ટોક પૂર્ણ થઇ ગયો હતો.

પોલીસવાળાને કહ્યા લુખ્ખા :

તેમ છતાં જયારે મળતિઓ પાછી ફીરકી લેવા આવે છે ત્યારે સ્ટોલ વાળો પોતાના ઘરની ફીરકી આપી દે છે અને તેમ છતાં મળતિઓ એમ કહે છે કે તું દાદાગીરી કરું છું, જેના બાદ મળતિઓ ફોન કરે છે અને સરથાણા પોલીસ સ્ટેશનના 3-4 લુખ્ખા આવી જાય છે અને સ્ટોલવાળો વ્યક્તિ વિકલાંગ છે, સરખું ચાલી નથી શકતા તેમની સાથે અને તેમના કામદાર સાથે મારામારી કરે છે, પોલીસ સ્ટેશનમાં લઇ જઈને ત્યાં પણ માર મારે છે અને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે, અને ખોટી ધમકી આપે છે.

Niraj Patel