ખબર

મહારાષ્ટ્ર-ગુજરાત-રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં નવી બીમારીના દર્દી, 50% લોકોના જઇ રહ્યા છે જીવ

10 લાખથી વધુ ખર્ચો થાય છે જો આ બીમારી લાગી ગઈ તો….બચવા માટે વાંચો ટિપ્સ

કોરોના વાયરસની બીજી લહેરે બધાને હચમચાવી નાખ્યા છે. દેશમાં આ સમયે પણ કોરોનાના 30 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ મહામારી વચ્ચે વધુ એક બીમારીએ આફત લાવી મૂકી છે. કોરોનાના લક્ષણો વચ્ચે દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલાત એ છે કે તેના લગભગ 50% દર્દીઓનો જીવ જઇ રહ્યો છે.

મ્યુકોરમાઇકોસિસના ઝડપથી વધતા કેસને ધ્યાને રાખીને તો ગુજરાતમાં આ રોગના દર્દીઓ માટે હોસ્પિટલોમાં અલગ વોર્ડ સ્થાપિત કરવાના શરૂ કરી દીધા છે. મ્યુકોરમાઇકોસિસ ઇંફેકશન એક ગંભીર બીમારી છે. જે શરીરમાં ઘણી ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસના દર્દીનું મગજ, ફેફસા કે સ્કિન પર અટેક કરી શકે છે. આ બીમારીમાં ઘણા લોકોની આંખોની રોશની પણ જઇ ચૂકી છે.

રાજયના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેનું કહેવુ છે કે, રાજયમાં કોરોનાના કેસ ઝડપથી વધે છે અને તે જ રફતાર સાથે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. એવામાં સરકારે જરૂરી પગલા લેવાનું શરૂ કરી દીધુ છે.

મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 100ની નજીક કેસ આવી ચૂક્યા છે. જેમાં બેલ્ક ફંગસના લક્ષણ છે. જયારે કેટલાક દર્દીઓની આંખોની રોશની પર પણ અસર પડી છે. રાજસ્થાનના જયપુરમાં પણ ગયા દિવસોમાં 40 દર્દીઓ એવા પહોંચ્યા, જેને બ્લેેક ફંગસની ફરિયાદ છે.

કોરોનાથી રિકવર થઇ ચૂકેલા દર્દીઓમાં દુર્લભ પરંતુ ગંભીર બ્લેેક ફંગસના મામલા દેખાયા બાદ ચિંતા વધી ગઇ છે. અત્યાર સુધી આ બીમારીના દર્દી દિલ્લી, મુંબઇ અને ગુજરાતમાં મળી આવ્યા છે. હવે જાણકારી છે કેે, મહારાષ્ટ્રમાં આ સંક્રમણના 2000થી વધુ મામલા સામે આવ્યા છે.

કોવિડની બીજી લહેરમાં સંક્રમણ વધ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં આવા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ નવા સ્ટ્રેનને કારણે હોઈ શકે છે. કાળી ફૂગના આ કેસો હવે પહેલા કરતા 10 ગણા થયા છે. પૂણે જિલ્લામાં દરરોજ સરેરાશ એક નવો કિસ્સો સામે આવી રહ્યો છે, જ્યારે પ્રથમ લહેરમાં તે એક મહિનામાં સરેરાશ 1 કેસ આવતો હતો.

તે ડાયાબિટીઝવાળા દર્દીઓ અથવા ઓછી ઇમ્યુનીટી, કેન્સરવાળા લોકો માટે પણ જીવલેણ બની શકે છે. બ્લેક ફંગસમાં મૃત્યુ દર 50 થી 60 ટકા છે. કોવિડ 19 નાં ગંભીર દર્દીઓની સારવારમાં સ્ટીરોઇડ્સનાં ઉપયોગને કારણે બ્લેક ફંગસનાં કેસ વધી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, બ્લેક ફંગસના સામાન્ય રીતે એ લોકો શિકાર બની રહ્યા છે જેમની રોગ પ્રતિકારક શક્તિ દવાઓના કારણે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જો યોગ્ય સમય પર તેની સારવાર ન થાય તો તેનાથી જીવ પણ જઈ શકે છે.

મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોઇએ તો, આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાં કાળુ ક્રસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે….

કોરોનાથી સાજા થયેલા લોકોએ નીચે પ્રમાણેની ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ ડાયાબિટીસના દર્દીનું લોહી અને ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું

એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલના ઉપયોગ વખતે સાવધાની રાખો, ઓક્સીજન થેરાપી દરમિયાન સ્વસ્છ પાણીનો ઉપયોગ કરો.

કોરોના રિકવરી પછી ઈમ્યુનિટી ઘટી ગઈ હોય છે. જેને કારણે આવા દર્દીઓ સરળતાથી ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોર્બિડ પેશન્ટ તેનો શિકાર બને છે. જે દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ અપાયું છે તેમના માટે વધુ ખતરો રહે છે.

આ બીમારીના લક્ષણો શું છે

બ્રિથિંગમાં તકલીફ, આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો, હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું, મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા, ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી, થોડાક દિવસ પછી આંખની નીચેના ભાગપર તથા ગાલ પર સોજા આવે. ખાંસીઅને શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નિકળવાનું શરૂ થાય.