ડાયાબિટીઝ વાળા કોરોના પેશન્ટને કેમ છે તેનાથી ખતરો? કોરોનાથી બહાર નીકળ્યા તો જીવલેણ ફંગલ ઇન્ફેક્શનનો ખતરો, સડી રહી છે આંખો- જાણો વિગતવાર
કોરોના વાયરસ ફેલાવવાને આજે ઘણો સમય વીતી ગયો છે તે છતાં પણ વાયરસનો પ્રકોપ ઘટવાને બદલે વધી રહ્યો છે. દિવાળી બાદ ગુજરાતની અંદર કોરોનાના કેસમાં ઉછાળ જોવા મળ્યો હતો. જેના બાદ હાલમાં સ્થિતિ થોડી કાબુમાં આવી રહી છે, પરંતુ આ બધા વચ્ચે જ બીજી એક મોટી સમસ્યા પણ ગુજરાતના માથે મંડરાઈ રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

અમદાવાદની અંદર કોરોનાને હળવાશમાં લેતા લોકો માટે આ ખુબ જ ચિંતાજનક સમાચાર છે. હવે કોરોનાના દર્દીઓ મ્યુકર માઈકોસીસ ફંગલની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ માત્ર તેના 44 કેસ નોંધાયા છે અને ભયજનક વાત એ છે કે તેમાંથી 20 ટકા દર્દીઓના મૃત્યુ પણ થઇ ગયા છે.

સામાન્ય રીતે મ્યુકર માઈકોસીસ ફંગલ ખુબ જ રેર હોય છે, જે 5000 લોકોમાં ક્યાંક જ જોવા મળે છે. પરંતુ હાલ પરિસ્થતિ બદલાયેલી જોવા મળે છે. જે લોકો કોરોનાની સાથે ડાયાબિટીસથી પણ પીડાતા હોય તે લોકોને મ્યુકર માઈકોસીસ ફંગલ પોતાની ઝપેટમાં લઇ લે છે. ડોકટરો માટે પણ હવે આ ફન્ગલ માથાનો દુઃખાવો બન્યું છે.

મ્યુકર માઈકોસીસ ફંગલ ખુબ જ ઘાતકી છે. તે આંખની નીચે જ્યાં શરદી ભરાતી હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આ ફંગલની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘાતક સાબિત થાય છે કે તેની આંખ પણ કાઢવી પડે છે. આ ઉપરાંત આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસનું મૃત્યુ પણ થઇ શકે છે.

આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે.