ખબર

કોરોનાના કહેર વચ્ચે વધુ એક ચિંતા : 20 દિવસમાં મ્યુકરમાઇકોસિસના 100 કેસ, ઘણા દર્દીઓએ ગુમાવી આંખોની રોશની

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોના બાદ અતિજીવલેણ સાબિત થતો આ રોગ હવે લોકોની આંખો છીનવી રહ્યો છે. સુરતમાં 20 દિવસમાં મ્યુકરમાઇકોસિસના 100 કેસ આવ્યા છે, તેની સાથે જ કુલ 20 દર્દીઓને તેનાથી રોશની ગુમાવી છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોના સામે લડતા દર્દીઓમાં ફેફસામાં વાયરસ વધુ સક્રિય થાય ત્યારે સાઈકોટાઈમ સ્ટ્રોમનું જોખમ ઉભું થાય છે. તેને ઓછું કરવા માટે જે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે તેના કારણે મ્યુકર માઈકોસીસ થાય છે. આ રોગની શરૂઆત નાક અને ગળામાંથી થાય છે. ફંગસ થતા નાક ભરાઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ફંગસ આંખ, ફેફસા અને મગજ સુધી પહોંચી જાય છે. વાતાવરણમાં રહેલી આ એક પ્રકારની ફૂગ હોય છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોનાની ગંભીર આડઅસર જોવા મળી છે. સુરતમાં 20 દર્દીઓએ આંખોની રોશની ગુમાવી છે. સુરતાં 20 દિવસમાં મ્યુકરમાઇકોસિસના 100 કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, સુરત શહેર સાથે ગ્રામ્યમાં પણ મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

આ બીમારીના લક્ષણો શું છે

1. બ્રિથિંગમાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા

5. ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

તકેદારી શું રાખવી જોઈએ

1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું

2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ

4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.