27 વર્ષની પ્રેમિકાને 24 વર્ષના પ્રેમીએ મળવા માટે બોલાવી, પ્રેમીને ખબર પડી કે મનીષા બીજા સાથે લફરું કરી રહી છે તો ઉઠાવ્યું ભયાનક પગલું….આ રીતે ખુલ્યું રહસ્ય

અફેર કરનારાઓ સાવધાન: 27 વર્ષની પ્રેમિકાને 24 વર્ષના પ્રેમીએ મળવા માટે બોલાવી, પ્રેમીને ખબર પડી ગઈ કે મનીષા બીજા સાથે લફરું કરી રહી છે તો ઉઠાવ્યું ભયાનક પગલું….આ રીતે ખુલ્યું રહસ્ય

ગુજરાત સમેત દેશભરમા આત્મહત્યા અને હત્યાના મામલો સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકો અંગત અદાવતમાં કે કોઈ દુશ્મનીના કારણે કોઈની હત્યા કરી દેતા હોય છે, તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે પણ કોઈની હત્યા કરી દેવાના મામલા સામે આવતા રહે છે, હાલ એવા જ એક મામલાએ ચકચારી મચાવી છે, જેમાં એક પ્રેમીએ જ તેની પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી, અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આખો કેસ ઉકેલી નાખ્યો.

ઘટના મુંબઈના ક્રાંતિનગર વિસ્તારની છે. આ વિસ્તાર કુરાર પોલીસ સ્ટેશનના દાયરામાં આવે છે. પોલીસે માહિતી આપી છે કે મનીષા જયસ્વાલ નામની 27 વર્ષની મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તેણી તેના માસીના દીકરા સાથે અહીં ભાડાના મકાનમાં રહેતી હતી. મનીષાની હત્યા બાદ આરોપી ફરાર છે. સાથે જ પોલીસે તેના પિતરાઈ ભાઈને પણ કસ્ટડીમાં લીધો છે.

(પ્રતીકાત્મક તસવીર)

એક શકમંદ મનીષાના સંબંધી સુરેશ ગૌતમને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો, પરંતુ મનીષાની હત્યા સાથે કોઈ કડી મળી શકી ન હતી, જેના બાદ પોલીસે એક અન્ય વ્યક્તિ જેનો ફોન નંબર મૃતકના કોલ રેકોર્ડમાંથી મળ્યો હતો તેને સંદિગ્ધ માની રહી હતી. પરંતુ આ દરમિયાન જ મનીષાના ફોનમાં “સોની ભાભી”ના રૂપમાં સેવ કરેલો એક નંબર પર થોડી શંકા થઇ. જયારે પોલીસે આ નંબર વિશે મૃતકના પિતાને પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું કે આ એક સંબંધી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “મનિષાએ સોની ભાભીના નામ પર સેવ કરેલા નંબર સાથે લાંબી વાત કરી હતી, જે થોડી શંકાસ્પદ જણાતી હતી જેના પછી તપાસ કરવામાં આવી અને પોલીસ હત્યારા સુધી પહોંચી.” મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ દ્વારા જાણવા મળ્યું કે “સોની ભાભી પાસેથી મનીષાના ફોનમાં સેવ કરેલો નંબર વાસ્તવમાં અખિલેશનો નંબર હતો. જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો.

(પ્રતીકાત્મક તસવીર)

અખિલેશે પોલીસને જણાવ્યું કે લગભગ 3.5 વર્ષ પહેલાં તે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક લગ્ન દરમિયાન મનીષાને મળ્યો હતો.તેણે કહ્યું કે તે પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ તેઓ સંબંધમાં બંધાઈ ગયા.આરોપીએ કહ્યું કે તે પણ મનીષા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેને ખબર પડી કે મનીષાને કોઈ બીજા સાથે પણ સંબંધ છે, જેના કારણે તે નારાજ થઈ ગયો અને તેણે ગુસ્સામાં મનીષાની હત્યા કરી નાખી. નોંધનીય છે કે પોલીસે ગુનાના 12 કલાકમાં જ મનીષાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Niraj Patel