ખબર

શરમજનક: IPLમાં ધોનીના ખરાબ પ્રદર્શનના કારણે તેની 5 વર્ષની દીકરી જીવાને મળી બળાત્કારની ધમકી

લોકડાઉન બાદ હોલ્ડ ઉપર મુકાયેલ IPL હવે ફરી શરૂ થયું છે અને ક્રિકેટ રસિયાઓ હવે દરેક મેચનો આનંદ ઉઠાવી રહ્યા છે. પરંતુ ત્રણવાર આઇપીએલ વિજેતા બનેલી ચેન્નાઇ સુપરકિંગ્સનો દેખાવ આ સીઝનમાં એટલો સારો જોવા નથી મળી રહ્યો, ખાસ કરીને ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું પર્ફોમન્સ ખુબ જ ખરાબ રહેતું જોવા મળે છે. પરંતુ આ બધાની અસર હવે મહેન્દ્ર સિંહ ધોનીના અંગત જીવન ઉપર પણ પડી રહેલી જોવા મળી રહી છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર મહેન્દ્ર સિંહ ધોનીને ટ્રોલ તો કરવામાં આવી જ રહ્યો છે સાથે હાલમાં જ એવી ખબર આવી છે કે તેની નાકામીના કારણે તેની પાંચ વર્ષની દીકરી જીવા સાથે દુષ્કર્મ કરવાની ધમકી પણ મળી છે. ધોનીની પત્ની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ ધમકી મળી છે.

Image Source

આ ધમકીએ સોશિયલ મીડિયા ઉપર લોકોના દિલમાં ખુબ જ ગુસ્સો ભરી દીધો છે. ખાસ કરીને મહિલાઓ ખુબ જ ગુસ્સામાં છે. અભિનેત્રી અને રાજનેતા નગ્માએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે: “આપણે એક રાષ્ટ્રની રીતે ક્યાં જઈ રહ્યા છીએ? આ કેટલું અજીબ છે કે ધોનીની પાંચ વર્ષની દીકરી જીવાને કોઈ દુષ્કર્મની ધમકી આપે છે. પ્રધાનમંત્રીજી આપણા દેશમાં શું થઇ રહ્યું છે?”

Image Source

કર્ણાટકના જયનગરના વિધાયક સૌમ્યા રેડ્ડીએ કહ્યું કે: “આ ઘણી જ પરેશાનીની વાત છે. આપણા દેશમાં શું થઇ રહ્યું છે, એ સમજાઈ નથી રહ્યું. આપણે ક્યાં જઈ રહ્યા છીએ?” તો રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે: “આ વાતનું સૌથી ખરાબ ઉદાહરણ એ છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ થઇ રહ્યો છે.”

કલકત્તા સામે ચેન્નઈની હારના કારણે નારાજ થયેલા ચાહોએ ખેલાડીઓના ઘર ઉપર પથ્થર વરસાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જો કે અત્યાર સુધી કોઈ ખેલાડીને નાદાન બાળકી ઉપર આ રીતે ટાર્ગેટ કરવાની ઘટના આ પહેલા ક્યારેય સામે નથી આવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.