ભારતીય ક્રિકકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હતા, ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ ધોની લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા જોવા મળતા હતા. હાલમાં જ ધોનીએ પોતાનો 40મોં જન્મ દિવસ પણ ઉજવ્યો હતો. ત્યારે રાંચીના રાજકુમારની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા ઉપર છવાયેલી જોવા મળી રહી છે.
આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની કપ્તાની કરવા વાળા કપ્તાન કુલ ધોનીને એક દિવસ પહેલા મુંબઈના એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યો હતો. ધોની ભારતીય સિંગર અને મ્યુઝિક કમ્પોઝર રાહુલ વૈદ્યના લગ્નમાં સામેલ થવા માટે મુંબઈ પહોંચ્યા હતા.
માહીની જે તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે તેમાં તે પ્લેન બ્લેક ટી શર્ટ અને ગ્રે રંગનું પેન્ટ પહેરીને નજર આવી રહ્યો છે. 40 વર્ષીય ધોની આ તસ્વીરોમાં એકદમ નવા જ લુકમાં નજર આવી રહ્યો છે. તે એકદમ સ્લિમ જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે જાણે માહીએ આઇપીએલ 2021માં બીજા હાફથી પોતાનું વજન ઘટાડ્યું છે.
ધોની પોતાની જ ધૂનમાં રહેનાર ખેલાડી છે. તે હંમેશા પોતાના મનનું જ સાંભળે છે અને દિલનું જ કહ્યું કરે છે. બીજા ક્રિકેટરોની જેમ તેને સોશિયલ મીડિયા ઉપર શો બાજી કરવાની પણ પસંદ નથી અને ના કોઈ પણ પ્રકારનું નિવેદન આપીને મીડિયાની ચર્ચાઓ ભેગી કરવાનો નુસખો અપનાવે છે.
તે છતાં પણ માહીની ફેન ફોલોઇંગ દુનિયાભરમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા ઉપર તેને ઘણા લોકો ફોલો કરે છે, અને મહી ઘણા લોકોના દિલમાં રાજ પણ કરે છે. માહી 40 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ ફિટ અને સ્ટ્રોંગ છે જે તેના દેખાવ ઉપરથી જ જોવા મળી રહ્યું છે.
હાલ ધોનીની તસવીરો જોઈને તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધોનીએ પોતાનું વજન ઘટાડી દીધું છે. આ તસ્વીરોમાં પણ મહેન્દ્ર સિંહ ધોની ખુબ જ કુલ અને સ્લિમ ફિટ લાગી રહ્યો છે. માહીએ 7 જુલાઈના રોજ રાંચીમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.
થોડા દિવસ પહેલા ધોનીની એક મિત્રો સાથે જમતી વખતની તસ્વીર પણ વાયરલ થઇ હતી, જેમાં તે તેના મિત્રો સાથે જમતો જોવા મળ્યો હતો. તેના બેકગ્રાઉન્ડમાં એક વિન્ટેજ લક્ઝુરિયસ કાર પણ જોવા મળી હતી.