ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. પરંતુ કમાણીના મામલે ધોની આજે પણ વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક છે. ક્રિકેટમાં માન-સન્માનની સાથે જ ધોનીએ ઘણા પૈસા પણ કમાયા છે. હાલમાં જ BCCI એ ધોનીને તેમના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે પણ છતાં તેમની કમાણી પર કોઈ જ અસર પડી નથી.

મહેન્દ્ર સિંહ ધોની ભારતની એ 100 હસ્તીઓમાંથી એક હતા કે જેમને ‘ફોર્બ્સ ઇન્ડિયન સેલિબ્રેટી 100’ ની યાદીમાં પાંચમું સ્થાન મળ્યું હતું. વર્ષ 2018માં ધોનીની વાર્ષિક આવક વર્ષ 101.77 કરોડ રૂપિયાથી વધીને 2019માં 135.93 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જો તમે પણ ધોનીના ચાહક હોવ તો ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે આખરે એ આટલું કમાય કેવી રીતે છે? તો જાણો કે ધોનીની કમાણીના સ્ત્રોત શું છે અને કયા-કયા છે –

1. SEVEN –
SEVEN ધોનીની એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે, જે સ્પોર્ટ્સવેર, કપડા અને ફૂટવેર બનાવે છે. આ બ્રાન્ડ ધોનીએ ફેબ્રુઆરી 2016માં લોન્ચ કરી હતી.

2. સ્પોર્ટ્સ ફિટ –
મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2012થી જ ફિટનેસના વ્યવસાય સાથે જોડાયેલા છે. SportsFit Pvt નામથી તેમની ફર્મના આખા દેશમાં 200થી વધુ જિમ ચાલી રહયા છે.

3. ધોની એન્ટરટેનમેન્ટ –
હાલમાં જ લોન્ચ થયેલી ધોની એન્ટરટેનમેન્ટે પોતાના સફરની શરૂઆત ‘Roar of The Lion’ નામની ડોક્યુમેન્ટરી સાથે કરી છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોટસ્ટાર પર અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ છે.

4. માહી રેસિંગ ટિમ ઇન્ડિયા –
આપણે સૌ જાણીએ જ છીએ કે મહેન્દ્ર સિંહ ધોનીને બાઈક્સ ખૂબ જ પસંદ છે. ધોની સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એક રેસિંગ ટીમના માલિક છે. આ ટીમની અડધી ભાગીદારી તેલુગુ ફિલ્મ અભિનેતા, નિર્માતા, બિઝનેસમેન અક્કીનેની નાગાર્જુન પાસે પણ છે.

5. Chennaiyin FC –
ધોની માત્ર ક્રિકેટમાં જ નહિ પણ દરેક સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે. ફૂટબોલ માટે તેમનો પ્રેમ તો જગજાહેર છે જ. એ ઇન્ડિયન સુપર લીગમાં ‘Chennaiyin FC’ ટીમના માલિક છે. ધોનીની સાથે સાથે વિતા દાણી અને અભિનેતા અભિષેક બચ્ચન પણ આ ટીમના ભાગીદાર છે.

6. હોટલ માહી રેસીડેન્સી –
એ વાત કદાચ જ લોકોને ખબર હશે કે મહેન્દ્રસિંહ ધોનીએ હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ પૈસા ઈન્વેસ્ટ કરેલા છે. ધોનીની આ શાનદાર હોટલ તેમના હોમટાઉન રાંચીમાં છે.

7. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ –
આ સિવાય ધોની હજુ પણ પેપ્સી, બુસ્ટ, કોલગેટ, LivFast, Cars24 અને GoDaddy જેવી ઘણી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. ભારતીય બ્રાન્ડ્સને હંમેશાથી જ ભારતીય ક્રિકેટર્સ પ્રત્યે અનોખો લગાવ છે. જેમાં હજુ પણ ધોનીનું નામ સૌથી ઉપર આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.