ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન MS ધોનીનો બંગલો છે આલીશાન, 5 સ્ટાર હોટલ જેવી છે સુવિધા, જુઓ તસવીરો

કોઈ મહેલ કરતા કમ નથી ધોનીનું આલીશાન ઘર, અંદરનો નજારો જોતા જ રહી જશો, ઘરમાં જ છે સ્ટેડિયમ,જિમ,સ્વીમિંગ પુલ..જુઓ તસવીરો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લગભગ એક વર્ષથી ક્રિકેટથી દૂર તેમના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે. પહેલા એવું સાંભળવામાં આવ્યુ હતુ કે, તેઓ IPL સિઝન 13થી વાપસી કરી રહ્યા છે, પરંતુ કોરોના વાયરસને કારણે ટૂર્નામેન્ટને અનિશ્ચિત કાળ સુધી ટાળી દેવામાં આવી હતી.

ધોની તેમના રાંચી સ્થિત ફાર્મહાઉસ “કૈલાશપતિ” પર આરામ ફરમાવી રહ્યા છે અને પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવી રહ્યા છે. ધોનીનું આ ફાર્મહાઉસ 7 એકરમાં ફલાયેલુ છે.

ધોની તેમના હોમ ટાઉન રાંચીમાં પત્ની સાક્ષી ધોની અને અને દીકરી જીવા સાથે રહે છે. ધોની તેમના ફ્રી સમયમાં અહીં સમય વીતાવવો પસંદ કરે છે. તો આવો જોઇએ તેમના આલીશાન બંગલાની કેટલીક તસવીરો…

એમએસ ધોનીના આલિશાન ઘરની ફ્રંટ ડિઝાઇન ઘણી શાનદાર છે. તેમના છતનો રંગ બ્લેક છે અને તેમનો આ બંગલો લગભગ 7 એકડમાં ફેલાયેલો છે.

તમને જણાવી દઇએ કે, તેમનુ બાળપણ મૈકોન કોલોનીમાં એક 2BHKના ઘરમાં વીત્યુ હતું. તેમણે વર્ષ 2009માં હરમૂ રોડ પર ત્રણ માળનુ મકાન ખરીદ્યુ હતું.તે લગભગ 8 વર્ષ રહ્યા અને પછી નવાફાર્મ હાઉસમાં શિફટ થઇ ગયા.

ધોનીનું ઘર પ્રાકૃતિક સૈદર્યથી સજજ છે. ધોનીના જૂના ઘરથી આ ફાર્મ હાઉસ પર આવવા માટે 20 મિનિટ જ લાગે છે.

ધોનીએ બધી જ સુવિધાઓનું ધ્યાન રાખીને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરાવ્યુ છે. ફાર્મ હાઉસમાં ઇંડોર સ્ટેડિયમ પણ છે, તેમજ ખૂબસુરત સ્વીમિંગ પુલ પણ છે.

ધોની મોટર બાઇક્સના શોખીન છે અને આ વાત તેમના ચાહકો તો જાણતા જ હશે. તેમણે તેમના બંગલામાંં ખાસ એવી જગ્યા બનાવી છે જેમાં તે બાઇક્સ રાખે છે.

એમએસ ધોનીના બંગલાની ઇન્ટીરિયર ડિઝાઇન ઘણી શાનદાર છે. તેમના લિવિંગ રૂમમાં બ્રાઉન કલરના મખમલી સોફા અને એક કોફી ટેબલ છે.

ધોનીએ તેમના આ આલીશાન બંગલામાં તેમના ફિટ રહેવા માટે એક અલ્ટ્રા મોડન જિમ પણ બનાવ્યુ છે. ધોનીના ફાર્મ હાઉસમાં ચારે બાજુ હરિયાળી છે. તેમણે અલગ અલગ પ્રકારના છોડ પણ લગાવ્યા છે. આટલું જ નહિ તે ફાર્મ હાઉસ પર ખેતી પણ કરે છે.

ધોનીના આ આલીશાન ઘરમાં 5 સ્ટાર હોટલ જેવી રેસ્ટોરન્ટ પણ છે, જયાં તે તેમના મિત્રો સાથે કયારેક કયારેક પાર્ટી કરે છે.

રાંચીના રિંગ રોડપર સિમલિયા ફાર્મ હાઉસાં બનેલુ ધોનીનું ઘર કોઇ 5 સ્ટાર હોટલથી કમ નથી. સોશિયલ મીડિયા પર ધોનીના આ આલીશાન ઘરની તસવીરો ઘણી વાયરલ થતી રહે છે.

મહત્વનું છે કે, આજ સુધી એ ખબર પડી શકી નથી કે, ધોનીના આ આલીશાન બંગલાને બનાવવામાં કેટલો ખર્ચ થયો છે.

Shah Jina