આઇપીએલમાં MS ધોનીએ આ રીતે ચાલાકીથી કર્યો હતો રન આઉટ, ગુસ્સે થઇ ગયો હતો ઇશાંત શર્મા, જુઓ વીડિયો

આઇપીએલની 14મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ દરમિયાન આઇપીએલ સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવો જ એક કિસ્સો એમ એસ ધોની સાથે જોડાયેલો છે, જેમાં ધોનીની ચાલાકી જોવા મળી રહી છે.

હાલમાં સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે બીજી વન-ડે રમાઈ રહી છે. જ્યાં ડી કોક દ્વારા ચાલાકીથી ફખર જમાંને રન આઉટ કરવામાં આવ્યો. જેના ઉપર ખુબ જ હોબાળો પણ મચ્યો છે. લોકો ડી કોકની ખેલ ભાવના ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. ફખર તેની ડબલ સેન્ચ્યુરીની એકદમ નજીક હતો જેના કારણે પાકિસ્તાન પણ ડી કોકની ખુબ જ આલોચના કરી રહ્યું છે. ફખર 193 રન ઉપર આઉટ થઇ ગયો હતો.

હવે આ ઘટનાને લઈને આઈપીએલ નો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એમ એસ ધોનીની ચાલાકી જોવા મળી રહી છે. ધોનીએ ચાલાકીથી લક્ષ્મી શુકલાને રન આઉટ કર્યો હતો. જેના કારણે ઇશાંત શર્મા પણ ગુસ્સે થઇ ગયો હતો. આ જૂનો વીડિયો હવે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

2008ની આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો હતો. 19 ઓવરમાં કેકેઆરે 8 વિકેટ ઉપર 145 રન બનાવી લીધા હતા. ક્રિઝ ઉપર ઇશાંત શર્મા અને શાનદાર બેટિંગ કરી રહેલો લક્ષ્મી શુકલા હતા. છેલ્લી ઓવર નાખવા માટે જોગીન્દર શર્મા આવ્યો હતો. પાંચમા બોલ ઉપર લક્ષ્મીએ શોટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ ધોનીના હાથમાં આવી ગયો અને ઇશાંત રન લેવા માટે ભાગ્યો તો લક્ષ્મીએ ના પાડી દીધી. ધોનીએ જોગિન્દરને બોલ આપી દીધો.

જેવો જ જોગીન્દર બોલ સ્ટમ્પ ઉપર મારી રહ્યો હતો ત્યારે જ ધોનીએ તેને રોકી લીધો. એ સમયે બંને બેટ્સમેન ક્રિઝની બહાર હતા. ઇશાંત શર્માએ પહેલાથી જ ક્રિઝ પાર કરી દીધી હતી. ત્યારે ધોનીએ ઈશારો કર્યો અને જોગીન્દરે બોલ સ્ટમ્પમાં માર્યો. જેના કારણે લક્ષ્મી શુકલા આઉટ થઇ ગયો. ઈશાંતને લાગી રહ્યું હતું કે તે આઉટ થયો છે. પરંતુ ધોનીની અપીલ ઉપર લક્ષ્મીને આઉટ આપવામાં આવ્યો. જુઓ આ ઘટનાનો આખો વીડિયો

Niraj Patel