જીવનશૈલી

દાદી માં ને મળવા ધોની ખુદ નીચે ઉતર્યા, ભલે મેચ હારી ગયા પણ ધોનીએ લોકોનું દિલ જીતી લીધું..જોઈ લો તસવીરો દિલ ખુશ કરી દેશે

IPL 2019: ગયા 3 એપ્રિલના રોજ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચ રમાયી હતી. જેમાં રોહિત શર્માની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બની હતી, પણ મેચ જોવા આવેલા પ્રેક્ષકોનું દિલ મહેન્દ્રસિંહ ધોનીએ જીત્યું હતું.

ચેન્નઈ ટિમ આ મેચ 37 રનથી હારી ગઈ હતી, કેપ્ટન ધોની પણ 21 બોલ્સમાં 12 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. મેચ હાર્યા પછી પણ ધોનીના ચાહકો ધોનીના નામના નારા લગાવતા હતા.

મેચ પછી એક એવી ઘટના ઘટી કે તેના ચાહકોમાં તેનું સન્માન ઓર વધી ગયું. વાત એવી બની કે મેચ ખતમ થયા બાદ ધોની ડ્રેસિંગ રૂમમાં હતા ત્યારે તેમની એક વડીલ મહિલા ચાહક ધોનીને મળવાની રાહ જોઈ રહી હતી. જયારે ધોનીને અધિકારીઓએ આ વાતની જાણકારી આપી ત્યારે તરત જ ધોની નીચે આવ્યા અને હસતા ચહેરે એ મહિલા ચાહકને મળ્યા.

Image Source

આ વડીલ મહિલા ચાહક પોતાના હાથમાં એક કાર્ડ લઈને ઉભા હતા જેમાં લખ્યું હતું કે ‘હું અહીં ફક્ત ધોની માટે જ આવી છું’. આ પછી ધોનીએ પોતાની આ ચાહક સાથે સેલ્ફી લીધી, અને તેમની સાથે આવેલી તેમની પૌત્રીને ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો. મહિલાની પૌત્રી ધોનીને પગે પણ લાગી. ધોનીએ આ મહિલા સાથે વાતચીત પણ કરી, અને તેમની પાસે રહેલું કાર્ડ પણ લીધું હતું.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ ચુક્યો છે, અને લોકો ધોનીના આ અંદાજને પણ પસંદ કરી રહયા છે. લોકો ધોનીના આ વ્યવહારના પણ વખાણ કરી રહયા છે. ધોનીની સાદગી અને હૂંફાળા સ્વભાવના પુરાવાઓ ઘણીવાર આ રીતે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કદાચ આ જ કારણ છે કે આખા વિશ્વમાં ધોનીના કરોડો ચાહકો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks