ખેલ જગત જીવનશૈલી દિલધડક સ્ટોરી

ધોનીની આ 12 તસ્વીરો સાબિત કરે છે કે તે કરોડોપતિ અને મહાન હોવા છતાં સામાન્ય જીવન જીવે છે

મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સાંભળીને જ જોશ આવી જાય છે. ધોની એક એવા ખેલાડી છે જે દરેક લોકોના દિલમાં પોતાની એક અલગ છાપ બનાવી છે. ધોની 2007 થી 2016 સુધી ઇન્ડિયન ટિમના કેપ્ટન હતા. ધોની કેપ્ટન હોવાની સાથે સાથે એક સારા વિકેટ કીપર પણ છે. તે દરેક ફોર્મેટમાં સારા ખેલાડી છે, પછી એ એક દિવસીય હોય કે ટેસ્ટ મેચ તેઓ પોતાની રમત અને માઈન્ડ ગેમથી ઇન્ડિયાને ઘણી બધી મેચ જીતવામાં મદદ કરી છે. 2011ના વર્લ્ડ કપ જીતાવવામાં ધોનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Image Source

તેમનામાં એક ખાસ વાત છે કે આટલા પૈસા અને આટલું મોટું નામ હોવા છતાં પણ તેઓ જમીનથી જોડાયેલા છે તેમનામાં ઘમંડનો એક છાંટો પણ નહીં જોવા મળે. તેઓ સામાન્ય વ્યક્તિનું પણ માન સમ્માન કરે છે. આ વાત તો તેમને બધાથી અલગ બનાવે છે. તેઓ કાયમ શોઓફવાળી વસ્તુઓથી દૂર જ રહે છે. તેમને ઇન્ડિયન ટીમના કેપ્ટન બનવા માટે જે પણ સંધર્ષ કર્યા છે તે આજ સુધી ભૂલ્યા નથી. તેઓ કાયમ પોતાને એક સામાન્ય વ્યક્તિની જેમ જ ટ્રીટ કરે છે. જો તમે આ વાત ન માનતા હોય તો આ કેટલીક તસ્વીરો છે જેને જોઈને તમને વિશ્વાસ આવી જશે.

1. મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની સાથે સાથે બાઈક ચલાવવાના પણ શોખીન છે. તે પોતાની બાઈક જાતે જ સરખી કરે છે અને જાતે જ બાઈક સાફ કરે છે. ધોની પાસે 23 બાઈકનું કલેક્શન છે અને તેઓ બધી જ બાઈક વારાફરતી ચલાવીને પોતાનો શોખ પૂરો કરે છે.

Image Source

2. તમે દરેક ફેમસ વ્યક્તિને વાળ કપાવવા માટે કોઈ ફેમસ સલૂનમાં જ જતા જોયા હશે પરંતુ ધોની પોતાના વાળ લોકલ વાળંદ પાસે જ કપાવે છે.

Image Source

3. આ તસ્વીર જોઈને તો તમને વિશ્વાસ આવી જશે કે ધોનીમાં ઘમંડ નામની કોઈ વસ્તુ નથી. તેઓ ઘરના નાના મોટા કામ પણ જાતે જ કરે છે.

Image Sourcec

4. તમે ધોનીને ક્રિકેટ ગ્રાઉન્ડમાં નીચે ઊંઘતા તો જોયા જ હશે. તેઓ કોઈ પણ પ્રકારનો સંકોચ અનુભવતા નથી કે તેમના જેવો મોટો સ્ટાર નીચે જમીન પર ઊંઘે.

Image Source

5. મહેન્દ્ર સિંહ ધોનીની આ તસ્વીરમાં પણ જોઈ શકો છે કે તે કોઈ મોટા સ્ટારની જેમ 5 સ્ટારમાં જમવાને બદલે નીચે બેસીને જમવાનું વધારે ગમે છે અને તેમના દરેક કાર્યમાં તેમની પત્ની પણ તેમને સાથ આપે છે.

Image Source

6. ક્રિકેટ ઉપરાંત ધોનીને ફૂટબોલ પણ ખુબ જ પસંદ છે તેમને જયારે પણ રમવાની તક મળે ત્યારે તેઓ ફુટબોલ રમી લે છે.

Image Source

7. આ તસ્વીર ત્યારની છે જયારે ધોની અને તેની પત્ની પાસપોર્ટ ઓફિસ ગયા હતા. આ તસ્વીર પરથી તેમની સિમ્પ્લિસિટી જોઈ શકો છો કે તેમને પાસપોર્ટ ઓફિસર સાથે તસ્વીર લીધી હતી.

Image Source

8. ધોનીની સૌથી ખાસ વાત એ છે કે તેઓ પોતાના જૂનો મિત્રોને નથી ભૂલ્યા. આ તસ્વીરમાં તેઓ પોતાના જુના મિત્ર સત્ય પ્રકાશ સાથે બેસીને ખાઈ રહ્યા છે. તમે કાયમ જોયું હશે કે જે વ્યક્તિ પાસે અઢળક પૈસા આવી જાય તો તે વ્યક્તિ પોતાના જુના મિત્રોને પણ ભૂલી જાય છે. ધોની આજે પણ પોતાના જુના મિત્રો સાથે ટચમાં છે.

Image Source

9. ધોનીને વરસાદમાં નહાવું અને વરસાદમાં એન્જોય કરવું ખુબ જ પસંદ છે.

Image Source

10. એક વખત ધોની પોતાના સાથીઓ માટે ડ્રિંક્સ લઈને આવ્યા હતા. આ જોઈને બધા જ ચોકી ગયા હતા.

Image Source

11. ધોનીને સામાન્ય વ્યક્તિની જેમ જ જીવવાનું પસંદ છે, તેમને બાઈકની સાથે સાથે સાઇકલ ચલાવવી પણ ખુબ જ પસંદ છે.

Image Source

12. આવું તો ખાલી ધોની જ કરી શકે કે જમીન પર આડા પાડીને આરામ કરવો, આવું બીજું કોઈ નથી કરી શકતું.