મહેન્દ્ર સિંહ ધોની પોતાના હની સાથે ગયો ટી ડેટ ઉપર, પત્ની સાક્ષીએ તસવીર શેર કરીને કહ્યું…. “માહી અને તેની હની…..”

ક્રિકેટ જગતમાં સચિન બાદ જો કોઈ બીજા ક્રિકેટરે ચાહકોના દિલમાં સૌથી વધુ જગ્યા બનાવી હોય તો તે છે ભારતની ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની. ભલે આજે ધોનીએ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હોય, છતાં પણ તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે, અને એટલે જ તેના જીવન સાથે જોડાયેલી એક એક વાતની અપડેટ પણ તે મેળવ્યા કરે છે.

ટી-20 વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના મેન્ટોર તરીકે જોવા મળ્યા હતા, જેના કારણે ચાહકો તેમને ક્રિકેટના મેદાનમાં એક અલગ ભૂમિકામાં જોઈને ખુબ જ ખુશ પણ થયા હતા, પરંતુ ભારતની ટીમે વર્લ્ડ કપમાં નિરાશા જનક પ્રદર્શન કર્યું. વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટી-20 સિરીઝમાં વ્યસ્ત છે તો મહેન્દ્ર સિંહ ધોની રાંચી પરત પોતાના ઘરે ફર્યો.

મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની અપડેટ પણ ચાહકો સાથે શેર કરતો રહે છે. ધોનીની પત્ની સાક્ષી પણ ધોનીના ચાહકોને ધોનીની કમી મહેસુસ નથી થવા દેતી. તે ધોની સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શર કરતી રહે છે.

હાલમાં જ સાક્ષીએ ધોનીની એક તસવીર શેર કરી છે. જેમાં ધોની ચા ડેટ ઉપર નજર આવી રહ્યો છે. પરંતુ તેની સાથે સાક્ષી નહીં પરંતુ બીજું કોઈ નહતું. ચાહકોને પણ ધોનીનું આ નવું સાથી ખુબ જ પસંદ આવી રહ્યું છે. સાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર જે તસવીર શેર કરી છે તેમાં તે એક પોપટ સાથે નજર આવી રહ્યો છે.

આ તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે ધોનીના હાથમાં ચાનો ગ્લાસ છે અને તેના ખભા ઉપર તેનો પાલતુ પોપટ બેઠેલો છે. સાક્ષીએ આ તસવીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “ધોની પોતાના હની સાથે.” સાક્ષીએ શેર કરેલા કેપશન દ્વારા ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે આ પોપટનું નામ હની છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)


ધોની પાસે ઘણા બધા પાલતુ પ્રાણીઓ છે. જેમાં સાત કુતરા પણ સામેલ છે. કુતરા ઉપરાંત ઘોડા અને પક્ષીઓ પણ સામેલ છે. તે તેમની સાથે જ રહે છે. ધોની પોતાના કુતરાઓ સાથે પણ ઘણો જ સમય વિતાવે છે અને તેમને જાતે જ ટ્રેનિંગ આપે છે. ધોનીના ઇન્સ્ટાગ્રામ ઉપર ડોગને ટ્રેનિંગ આપતા વીડિયો પણ જોવા મળે છે.

Niraj Patel