ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી, રીવાબાનો જોવા મળો અલગ અંદાજ, જુઓ ખાસ જીતની ઉજવણીની તસવીરો

CSKના ખેલાડીઓએ પરિવાર સાથે કરી જીતની ઉજવણી, જુઓ તસવીરો

IPL 2021નું ટાઇટલ ચેન્નાઇ સુપર કિંગ્સએ જીતી લીધુ છે. મહેન્દ્ર સિંહ ધોનીની દમદાર કેપ્ટન્સીએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. નોંધનિય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક સમયે મેચ ફસાઈ ગયો હોય એવું લાગતું હતું જો કે પછી મહેન્દ્ર સિંહ ધોનીના ઘણા નિર્ણયોએ મેચનુ આખુ પાસુ પલટી નાખ્યું. આઈપીએલ ખિતાબ જીત્યા બાદ, એમએસ ધોનીએ તેના પરિવાર સાથે વિજયની ઉજવણી કરી હતી.


મેચ પૂરી થયા બાદ તમામ ખેલાડીઓનો પરિવાર મેદાન પર આવી ગયો હતો, મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા ધોની પણ મેદાન પર આવ્યા હતા. એમએસ ધોનીએ પહેલા તેના પરિવારને ગળે લગાવ્યો અને જીવા સાથે વાત કરી અને જીતની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી.

ચેન્નાઈ સુપર કિંગ્સની ઉજવણીમાં એક ખાસ તસવીર જોવા મળી હતી, જ્યારે સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોની, સાક્ષી અને જીવા સાથે તેના પરિવાર સાથે પોઝ આપ્યો હતો. ધોની અને રૈનાની જોડીને ચેન્નાઈ સુપર કિગ્સના ફેન થાલા અને ચિન્ના થાલા કહે છે, બંને ખેલાડીઓ શરૂઆતથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે.

મેચ જીત્યા બાદ IPL એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચેન્નઈના તમામ ખેલાડીઓ સહિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ડાન્સ કરતી જોવા મળે છે. આ સાથે પ્રિયંકા ચૌધરી અને રીવાબા પણ ખુશીથી ઝૂમી ઊઠી હતી. વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે, સાથે સાથે ઘણા ખેલાડીઓની ટીમ હરાજીના કારણે ટીમ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ઘણા ખેલાડીઓએ મહેન્દ્ર સિંહ ધોની સાથે તસવીરો ખેંચાવી હતી. મોઇન અલી પણ પરિવાર સાથે ધોની સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા.

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સનું આ ચોથું ટાઇટલ છે. ધોની હવે રોહિત શર્મા બાદ સૌથી વધુ ટાઈટલ જીતનાર કેપ્ટન બની ગયો છે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે 2010, 2011, 2018, 2021 માં ટ્રોફી જીતી છે.

IPL 2021 ની ફાઇનલ વખતે ઘણા ખેલાડીઓના પરિવારો મેદાન પર હાજર હતા. મેદાનના સ્ટેન્ડમાં એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, રવિન્દ્ર જાડેજા અને અન્ય તમામ ખેલાડીઓની પત્નીઓ હાજર હતી. ઝીવા ધોની અને ગ્રેસિયા રૈના ફરી એક વખત સ્ટેન્ડમાં જોવા મળી અને બંનેએ બધાનું ધ્યાન ખેંચ્યું.

તમને જણાવી દઈએ કે, ફાઈનલ જીત્યા બાદ IPL એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે CSKના તમામ ખેલાડીઓ સહિત ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ડાન્સ કરતી જોવા મળે છે. આ ઉપરાંત રીવાબા પણ જીત બાદ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

તમને જણાવી દઈએ કે આઈપીએલ 2021 ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈએ પહેલા બેટિંગ કરીને 192 રન બનાવ્યા હતા, પરંતુ કોલકાતા આ સ્કોરને પાર કરી શક્યું ન હતું. કોલકાતાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં CSK એ ધમાકેદાર વાપસી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

કેપટન કુલ – મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં CSKનું આ ચોથું ટાઇટલ છે. ધોની હવે રોહિત શર્મા બાદ સૌથી વધુ IPL જીતનારો કેપ્ટન બની ગયો છે. 2010, 2011, 2018, 2021માં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સે ટ્રોફી પોતાના નામે કરી છે.અગાઉ ધોનીની સેના 2010, 2011 અને 2018માં પણ ચેમ્પિયન બની હતી અને સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે. જ્યારે ત્રીજી વખત ફાઈનલમાં પહોંચેલી કોલકાતા ટીમ પ્રથમ વખત રનર-અપ બની છે.

YC