મહેન્દ્ર સિંહ ધોની પાસે છે જબરદસ્ત કાર અને બાઇક કલેક્શન, જાણો કઇ લગ્ઝરી ગાડીઓ અને બાઇકના માલિક છે ધોની

એમએસ ધોની ભારતીય ક્રિકેટ ટીમન સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. તેમના નામે કેટલાક ખિતાબ છે. ધોની ભારતના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે ઇંટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કપ જીતાડ્યો છે. ધોની દુનિયાના સૌથી અમીર ક્રિકેટર્સમાંના એક છે. તેમની સંપત્તિ લગભગ 760 કરોડ રૂપિયા છે. ધોનીને બાઇક અને ગાડીઓનો ઘણો શોખ છે. તો, ચાલો જાણીએ કે તેમની પાસે કઇ બાઇકો અને ગાડીઓ છે.

ધોનીની પસંદ, ના પસંદ અને તેમના શોખ વિશે એ લોકો જાણે છે જે તેમની સાથે જોડાયેલા છે પરંતુ બાઇક્સને લઇને ધોનીનો જે પ્રેમ છે તે કોઇનાથી છૂપાયેલો નથી.

ધોની પાસે બાઇક્સનું ઘણુ સારુ કલેક્શન છે. લોકોને બાઇક્સ પ્રતિ તેમના પ્રેમ વિશે ત્યારે ખબર પડી જયારે તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી. ધોનીએ વર્ષ 2013માં એક ટ્વીટ કરી હતી અને ચાહકો સાથે તેમની પહેલી બાઇકની તસવીર શેર કરી હતી.

ધોનીના ગેરેજમાં ઘણી બાઇકો છે. જેમાં કેટલીક જૂની મોડલની છે. સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર ગેરેજની તસવીર પણ પોસ્ટ કરી હતી. ધોની પાસે કેટલીક સુપર બાઇક્સ છે. આઇપીએલ 2015 દરમિયાન તેમણે Kawasaki ninja h2rની તસવીર શેર કરી હતી. તેમણે લખ્યુ કે, આખરે રાહ ખત્મ થઇ. કેટલાક મહિના બાદ હું આની પહેલી સવારી કરી શકુ છુ. ધોની તે સમયે આઇપીઓલમાં વ્યસ્ત હતા અને તેને કારણે તેમને પહેલી સવારીની રાહ જોવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781)

ધોનીએ છેલ્લા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. પરંતુ તે આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન બનેલા છે. રીપોર્ટ અનુસાર, ધોની લગભગ 760 કરોડની સંપત્તિના માલિક છે અને દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાંના એક પણ છે. ધોનીને મોંઘી બાઇક અને લગ્ઝરી ગાડીઓનો ઘણો શોખ છે.

ધોની પાસે સૌથી મોંઘી ગાડીઓના કલેક્શનમાંથી એક પોર્શે 911 છે. ફાઇનેંશિયલ એક્સપ્રેસ અનુસાર. આ સુપરકારની કિંમત લગભગ 2.50 કરોડ રૂપિયા છે. આ ગાડી માત્ર 4.5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની રફતાર પકડી લે છે.

ધોનીના ગેરેજમાં પોંટિએક ફાયરબર્ડ ટ્રાંસ એમ જેવી કાર પણ છે. 1969થી 2002 સુધી જનરલ મોટર્સ દ્વારા વેચવામાં આવેલી આ ગાડીની એક તસવીર ધોનીની પત્ની સાક્ષીએ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. ધોનીએ આ ગાડી જીક્યુ અનુસાર લગભગ 68 લાખ રૂપિયામાં ખરીદી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)

ધોની પાસે હમર કાર પણ છે. ધોની કેટલીક વાર તેમના હોમટાઉન રાંચી જવા માટે હમર એચ 2ની સવારી કરે છે. આની કિંમત લગભગ 72લાખ રૂપિયા છે. ધોની પાસે હાર્લી-ડેવિડસન ફેટ બોય, દુકાતી 1098 અને કાવાસાકી ZX14R નિન્જા જેવી બાઇકો છે, પરંતુ એક બાઇક ખાસ છે. આ બાઇકનું નામ કોન્ફેડરેડ હેલકેટ X132 છે જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.

ધોનીની ગાડીઓના જબરદસ્ત કલેકશનમાં એક ફરારી 599 જીટીઓ પણ છે, તેની કિંમત લગભગ 1.39 કરોડ રૂપિયા છે. આ પાવરફુલ V12 એન્જીન છે અને જે 661bhp અને 620Nm ટાર્ક જનરેટ કરી શકે છે.

Shah Jina