ખબર

ક્રિકેટ છોડીને મહેન્દ્ર સિંહ ધોની છે હવે ખેડૂત, ફાર્મ હાઉસમાં તૈયાર થઇ ગઈ સ્ટ્રોબેરી, વીડિયો શેર કરી ને કહી આ વાત

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને વિસ્ફોટક બલ્લેબાજ રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટને અલવિદા કહીને હવે ખેતી તરફ ધ્યાન લગાવી રહ્યો છે. ધોનીની ખેતી કરતા ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા જોવા મળે છે.

હાલ ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે, જેની અંદર તેના ખેતરની અંદર સ્ટ્રોબેરીની ખેતી તૈયાર થઇ ગયેલી જોવા મળે છે. અને સ્ટ્રોબેરીના ફળને તે ખાતો પણ જોઈ શકાય છે.

પોતાનો આ વીડિયો શેર કરવાની સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ એક કેપશન પણ આપ્યું છે, જેમાં તેને લખ્યું છે કે, “જો હું ખેતરમાં જઈશ તો બજાર માટે કોઈ સ્ટ્રોબેરી બચશે નહીં.”

મહેન્દ્ર સિંહ ધોની દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને થોડી જ ક્ષણોમાં 18 લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781)

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની અગ્રેકલચર ફાર્મિંગ કરી રહ્યો છે, સાથે મરઘાં પાલન અને ગાયો પણ પોતાના ફાર્મ હાઉસ ઉપર રાખે છે.