ખબર ખેલ જગત

ધોનીના ગ્લોવ્સમાં આ સ્પેશિયલ નિશાન જોવા મળ્યું, જાણો એ શું છે? જાણીને ચોંકી જશો

હાલ આઈસીસી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેમાં ભારત બે મેચ જીતી ચૂક્યું છે. પણ આ મેચ દરમ્યાન એક ખાસ વાત જોવા મળી હતી, જેના વિશે ખૂબ જ ચર્ચાઓ અને વિવાદ પણ ઉભા થયા છે. અહીં વાત થઇ રહી છે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેમના ગ્લોવ્સની. ધોનીના ગ્લોવ્સ પર બનેલું એક નિશાન ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. જાણકારી અનુસાર, આ નિશાન પેરા સ્પેશિયલ ફોર્સીસનું ‘બલિદાન બેજ’ છે. ધોનીના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની સામેની મેચમાં સ્પેશિયલ પેરા ફોર્સીસનું નિશાન ગ્લોવ્સ પર પહેરવા પર વિવાદ થઇ ગયો છે. બલિદાન ચિન્હને લઈને આઇસીસીએ બીસીસીઆઈને કહ્યું હતું કે ધોનીના ગ્લોવ્સ પરથી આ નિશાનને હટાવી દેવામાં આવે. ત્યારે બીસીસીઆઈએ કહ્યું હતું કે તેમને પહેલા જ આઇસીસીને આ વિશે જાણકારી આપી હતી અને સાથે જ એવું પણ કહ્યું હતું કે ધોની આ બેજ નહિ હટાવે.

Image Source

તો આ વિવાદ વચ્ચે આજે જાણીએ શું છે આ બલિદાન બેજ? બલિદાન નિશાન પેરા સ્પેશિયલ ફોર્સીઝનું સૌથી મોટું સન્માન હોય છે. આ નિશાનનો દરેક વ્યક્તિ ઉપયોગ નથી કરી શકતા. આ બેજ પેરા કમાન્ડોઝ જ લગાવે છે. આ બેજમાં ‘બલિદાન’ શબ્દ દેવનાગરી લિપિમાં લખાયો છે. આ બેજ ચાંદીના ધાતુથી બનાવવામાં આવે છે, જેમાં ટોચ પર લાલ પ્લાસ્ટિકનો લંબચોરસ હોય છે. આને લગાવવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે કમાન્ડોએ પેરાશૂટ રેજિમેન્ટના મુશ્કેલ પડકારોમાંથી પસાર થવાનું હોય છે. આ પછી જયારે પણ કમાન્ડો પોતાના યુનિફોર્મમાં હોય છે તો તેમની કેપ પર ચાંદીથી બનેલો આ બલિદાન બેજ લગાવેલો હોય છે. ધોનીએ ઓગસ્ટ 2015માં આ પડકારોને પાસ કરીને બલિદાન બેજ લગાવવાની યોગ્યતા પ્રાપ્ત કરી હતી.

Image Source

ધોનીને પેરા સ્પેશિયલ ફોર્સીસમાં લેફટનન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો છે. વર્ષ 2011માં તેમના ભારતીય ક્રિકેટમાં યોગદાનને જોઈને તેને પેરાશૂટ રેજિમેન્ટમાં આ રેન્ક આપવામાં આવ્યો હતો. ધોનીએ વર્ષ 2015માં પોતાની ટ્રેનિંગ પુરી કરી અને પછી પેરા ટ્રેનિંગ સ્કૂલ, આગ્રામાં બે અઠવાડિયાની આ ટ્રેનિંગમાં ધોનીએ 5 પેરાશૂટ જમ્પ પુરા કર્યા હતા. આ પછી જ તેમને પેરા ટ્રૂપર વિંગ્સ મળ્યા હતા.

Image Source

યુદ્ધ નાદથી લેવામાં આવ્યો છે બલિદાન શબ્દ – 

બલિદાન નિશાનમાં બે પાંખો વચ્ચે તલવાર હોય છે. સાથે જ નીચે પટ્ટી જેવું પ્લેટ પર દેવનાગરી લિપિમાં બલિદાન લખ્યું હોય છે. આ બેજ બ્રિટિશ સ્પેશિયલ ફોર્સીસના નિશાન જેવો જ છે. આ શબ્દ તેમના યુદ્ધનાદથી લેવામાં આવ્યો છે. પેરા સ્પેશિયલ ફોર્સીસનો યુદ્ધ નાદ છે, ‘शौर्यम् दक्षे युद्धम्, बलिदान परमो धर्म:’ છે. પેરા સ્પેશિયલ ફોર્સીસનો મોટો ‘Men apart, every man an emperor’ એટલે કે ભીડથી અલગ પણ તમે બાદશાહ છો.

Image Source

શું છે પેરા સ્પેશિયલ ફોર્સીસનો ઇતિહાસ –

ભારતીય પેરાશૂટ યુનિટની ગણતરી વિશ્વની સૌથી જૂની પેરાશૂટ યુનિટમાં થાય છે. વર્ષ 1941માં ભારતીય પેરાશૂટ બ્રિગેડનું ગઠન થયું, જો કે પેરાશૂટ રેજિમેન્ટનું ગઠન વર્ષ 1952માં કરવામાં આવ્યું હતું. આ રેજિમેન્ટને સૌથી વધુ પ્રસિદ્ધિ વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે મળી. એ સમયે બ્રિગેડ ઓફ ગાર્ડ્સના મેજર મેઘ સિંહે સેનાની અલગ અલગ ટુકડીઓએથી જવાનોને પેરાશૂટ રેજિમેન્ટ માટે ભરતી કર્યા અને ટ્રેનિંગ આપી. જણાવવામાં આવે છે કે શરૂમાં મેઘ સિંહે પોતાના સ્તર પર પેરાશૂટ રેજિમેન્ટ માટે જવાનોની ભરતી કરી હતી. આ જવાનોની ટુકડીને મેઘદૂત ફોર્સ કહેવામાં આવતી હતી.

Image Source

પેરા સ્પેશિયલ ફોર્સે જ કરી હતી સર્જીકલ સ્ટ્રાઈક –

આજે પણ અલગ-અલગ રેજીમેન્ટના જવાનોને પેરા સ્પેશિયલ ફોર્સમાં સામેલ કરવામાં આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં ભારતીય સેનાએ મ્યાનમાર અને પાકિસ્તાનમાં જે સર્જીકલ સ્ટ્રાઈક કરવામા આવી હતી એમાં પેરા સ્પેશિયલ ફોર્સ સામેલ હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ઉરીમાં પણ પેરા સ્પેશિયલ ફોર્સની સર્જીકલ સ્ટ્રાઈક વિશે જણાવવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.