ગરુડ પુરાણ હિન્દૂ ધર્મના પ્રખયાત ગ્રંથોમાંથી એક છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડને મૃત્યુને લગતી કેટલીક ગુપ્ત વાતો જણાવી હતી. મૃત્યુ પછી આત્મા યમલોક કેવી રીતે આવે છે તેના વિશે બધી જ માહિતી ગરુડ પુરાણમાં આપવામાં આવી છે. આજે તમને ગરુડ પુરાણમાં લખેલી એવી ખાસ વાતો જણાવીએ.

ગરુડ પુરાણમાં મુજબ જે પણ વ્યક્તિની મૃત્યુ થોડી જ મિનિટમાં થવાની હોય, તે પોતાના મોઢામાંથી એકપણ શબ્દ બોલી શકતા નથી. તે લોકો શરીર પણ હલાવી નથી શકતા કે સામે ઉભેલી વ્યક્તિને કશું કહી પણ નથી શકતા. તેના મોઢામાંથી જાગ અથવા લાર નીકળવા લાગે છે. જ્યારે મૃત્યુ થવાનું હોય ત્યારે યમરાજ દ્વારા મોકલવામાં આવેલા યમદૂત આવે છે. જે દેખાવમાં ખુબ જ ભયંકર હોય છે. તેને જોઈને વ્યક્તિ ડરના માર્યા ધ્રુજવા લાગે છે. એ સમયે શરીરમાંથી અંગુઠાની બરાબર જીવ હા હા શબ્દ બોલતા બહાર નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.

યમદૂત તે જીવને પકડી યમલોક લઈ જાય છે. પાપી જીવ આત્માને રસ્તામાં થાક લાગવા પર પણ યમદૂત તેને ડરાવે છે અને તેને નર્કમાં મળનારા દુઃખો વિશે વારંવાર કહે છે. યમદૂતની વાતો સાંભળી આત્મા જોર-જોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર સહેજ પણ દયા નથી કરતા. આગ જેવા ગરમ હવા અને ગરમ રસ્તા પર આત્મા ચાલી પણ ના શકે. આત્મા ભૂખી તરસી તડપે છે. યમદૂત આત્માની પીઠમાં ચાબુક મારતા મારતા આગળ લઇ જાય છે. ક્યારેક ક્યારેક તો આત્મા પડી જાય છે કે બેહોશ પણ થઇ જાય છે.

ગરુડ પુરાણ મુજબ યમલોક 99 હજાર યોજન દૂર છે. એક યોજન બરાબર ચાર કોસ અને ચાર કોસ બરાબર 13 કિલોમીટર. પરંતુ યમરાજના દૂત થોડા સમયમાં જ આત્માને ત્યાં પહોંચાડી દે છે. ત્યાં યમરાજ તેને સજા આપે છે. તેના પછી આત્મા યમરાજની આજ્ઞાથી પોતાના ઘરે પછી આવે છે. ઘરે આવીને આત્મા પોતાના શરીરમાં પાછા જવા પ્રયત્નો કરે છે તો પણ યમદૂત તેને તેના બંધનમાં બાંધી રાખે છે. આ આત્માના માટે પુત્ર પિંડ દાન અથવા અંતિમ દાન કરે છે. તેનાથી પણ આત્માને તુપ્તિ નથી મળતી. કેમકે પાપી લોકોને દાન અને શ્રદ્ધાંજલિથી તૃપ્તિ નથી મળતી. આમ આત્મા ભૂખી-તરસી યમલોકમાં પછી જાય છે.

ગરુડ પુરાણ મુજબ મૃત્યુના 10 દિવસ સુધીમાં પિંડદાન કરી દેવું જોઈએ. દરરોજ કરવામાં આવેલ પિંડદાનને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. બે ભાગ પંચમહાભૂત માટે, ત્રીજો ભાગ યમદૂત અને ચોથો ભાગ આત્માનો હોય છે. જો મૃત વ્યક્તિના પરિવારવાળા પિંડદાન અને સંપૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર નથી કરતા તો તે આત્મા સુમશાન જંગલમાં પ્રેત બનીને ફરવા લાગે છે. પહેલા દિવસના પિંડદાનથી માથું, બીજા દિવસથી ગાળું અને ખભો, ત્રીજા દિવસે હૃદય, ચોથા દિવસે પીઠ, પાંચમા દિવસે નાભિ, છઠા અને સાતમાં દિવસે કમર અને તેની નીચેનો ભાગ, આઠમાં દિવસે પગ, નાવમાં અને દસમા દિવસે ભૂખ-પ્યાસ વગેરે ઉત્પન્ન થાય છે. આ પિંડ શરીરને ધારણ કરીને ભૂખ્યા-તરસ્યાં પ્રેત અગિયાર અને બારમા દિવસે ભોજન કરે છે.

યમદૂત તેરમાં દિવસે આત્માને વાંદરાની જેમ પકડી લાવે છે. તેના પછી તે પ્રેત એકલો યમલોક જાય છે. યમલોક પહોંચવાનો રસ્તો 86 હજાર યોજન ફેલાયેલી વૈતરણી નદીને પાર કરીને આવે છે. 47 દિવસ સતત ચાલીને આત્મા યમલોક પહોંચે છે. આવી રીતે રસ્તામાં 16 પૂરીઓ પાર કરીને પાપી આત્મા યમરાજના ઘર જાય છે. ગરુડ પુરાણ મુજબ યાકમલોક જવાં માટે 16 પૂરીઓ પાર કરવી પડે છે જેનો ક્રમ નીચે મુજબ છે સૌમ્ય, સૌરીપુર, નાગેન્દ્રભવન, ગંધર્વ, શૈલગમ, ક્રૌંચ, ક્રૂરપુર, વિચિત્રાભવન,બ્રહ્માપાદ, દુઃખદ, નાનાક્રંદપૂર, સુતપ્તભવન, રૌદ્ર, પયૉવર્ષણ, શીતઢચ, બહુભીતિ.