અજબગજબ દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

મૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે છે રેગ્યુલર પગાર- વાંચો આ સૈનિકની સત્ય કહાની, રુવાડા ઉભા થઇ જશે

ભારતીય સેન્યમાં જવાનોના જુસ્સાની કોઈ કમી નથી, બધા જ જવાન એકથી એક ચઢીયાતા છે. દરેકમાં કોઈને કોઈ ખાસિયત છે. એવો જ એક વીર જવાન ભારતીય સેનામાં હતો જેની આત્મા આજે પણ આપણા દેશની સરહદો પર દેશની રક્ષા કરે છે. હા મિત્રો આ જવાનની આત્મા આજે પણ રક્ષા કરે છે. એટલું જ નહિ આ જવાનને આજે પણ સેલેરી મળે છે. સમય સમય પર આ જવાનને પ્રમોશન પણ મળે છે. આ જવાનનું નામ છે બાબા હરભજન સિંહ.

Image Source

આ જવાનનું સિક્કિમના ગંગટોક પાસે મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ જવાનનું નામ હરભજન સિંહ તેમની આત્મા આજે પણ સરહદ પર રક્ષા કરે છે. આ જવાનની આજે પૂજા કરવામાં આવે છે. તેમને બાબા હરભજનના નામથી ઓળખવામાં આવે છે. હરભજનના બંકર કે જેને મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં સેનાના જવાન મિત્રો તો દર્શન કરવા આવતા જ હોય છે પણ સાથે સાથે સામાન્ય માણસ પણ શ્રદ્ધાળુ બનીને દર્શન કરવા આવતા હોય છે. અહિ લોકો પોતાની સલામતી માટે પ્રાર્થના કરવા આવતા હોય છે. આવો થોડી વધુ વિગતો જાણીએ.

Image Source

ભારત માતાના વીર સપૂત કેપ્ટન હરભજન સિંહ એક એવા સૈનિક છે, જેમનું શરીર તો મૃત્યુ પામ્યું પરંતુ તેમની તેમનો દેશપ્રેમ છૂટ્યો નહિ. તેમની આત્મા હજુ પણ દેશની રક્ષા કરવાની ફરજ પુરી કરે છે. શહીદ કેપ્ટન હરભજન સિંહ 1968 સુધી 23 પંજાબ રેજીમેંટમાં સૈનિક હતા.

જાણકારી અનુસાર, ચીન સાથે જોડાયેલી સિક્કિમની સીમા પર તૈનાત સ્વર્ગીય હરભજન સિંહ એક દિવસ ઘોડા પર સવાર થઈને પોતાના કાર્યાલય તરફ જઈ રહયા હતા, ત્યારે તેઓ દુર્ઘટનાનો શિકાર થયા. આ બનાવ પછી 3 દિવસ સુધી તેમની શોધખોળ કરવામાં આવી પરંતુ તેઓ ન મળ્યા. અને તેમને લાપતા જાહેર કરવામાં આવ્યા.

લોકોનું કહેવું છે કે એક દિવસ હરભજન સિંહ તેમના સાથીના સપનામાં આવ્યા અને તેમના શબની જગ્યા તેમણે જણાવી. એ સિપાહી જેને આ સપનું આવ્યું હતું એણે આ વાત પોતાના સીનીયર ઓફિસરને જણાવી અને આ બાતમીના આધારે તપાસ કરાવી અને જે જગ્યા સપનામાં જણાવી હતી ત્યાંથી જ તેમનું શબ મળ્યું હતું. ત્યાર પછી તેમને શહીદ જાહેર કરવામાં આવ્યા અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Image Source

એ પછી એવી ઘટનાઓ ઘટવા લાગી હતી કે તેમના સાથીઓ અને સિનિયરોએ તેમને જીવિત માનીને તેમની બધી જ સેવાઓ ચાલુ રાખવી પડી. તેમનું બંકર, તેમની બધી જ વસ્તુઓ, યુનિફોર્મ, તેમની ડ્યુટી, તેમનો પગાર અને રજાઓ બધું જ એમનું એમ રાખવું પડ્યું. જેવું તેમના મૃત્યુ પહેલા હતું.

જયારે બાબા હરભજન સિંહની રજાનો સમય આવતો ત્યારે સેના દ્વારા ટ્રેનમાં તેનું બૂકિંગ કરાવવામાં આવે છે. તેમના બે સાથીઓ તેમના સમાનને તેમના પિતાના ઘરે મૂકી આવતા હતા. એવું કહેવાય છે કે તેઓ પોતાની ઈચ્છાઓ પોતાના સાથીઓના સપનામાં આવીને જણાવે છે.

Image Source

તેમના બંકરને મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાંની સાફસફાઈ બધું જ કરવામાં આવે છે. ત્યાં તેમની સમાધિ બનાવવામાં આવી છે. આજે આ દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે પણ આવે છે. સેનાના જવાનો સહીત અહીંથી પસાર થનાર દરેક વ્યક્તિ અહીં રોકાઈ અને બાબાના આશીર્વાદ લઈને જ આગળ વધે છે. જે સમયે બાબાને રજાઓ મળે એ સમયે સ્થાનીય લોકો તેમના સન્માનમાં ઉત્સવનું આયોજન કરવા લાગ્યા હતા, એટલે હવે બાબા રજાઓ પર નથી જતા અને આખું વર્ષ અહીં જ રહે છે. ત્યાના સૈનિકો એવું મને છે કે બાબા હરભજન સિંહની આત્મા ઘણા સૈનિકોને સરહદ પર જોવા મળી છે. એવું પણ જાણવા મળ્યું છે કે જો ચીન કોઈ ચાલાકી કરવાનું પ્રયત્ન કરે ત્યારે હરભજન બાબા એ સમાચાર સૈનિકો સુધી પહોચાડે છે.

Image Source

સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે ભારતીય સેના આજે પણ હરભજન સિંહને પગાર આપે છે અને પ્રમોશન પણ આપે છે. ભારતીય સેનાનું માનવું છે કે હરભજન સિંહ આજે પણ સરહદ પર પોતાની ફરજ નિભાવે છે અને દેશની રક્ષા કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks