ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ આવવાના 9 મહિના પહેલા જાણી શકો છો કે હવે મૃત્યુ નજીક જ છે, વાંચો કેવી રીતે જાણી શકશો તમે પણ

0

જે વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લે છે તેમનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આ ઘટના દરેક સાથે બનતી હોય છે. બધા જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ આવવાનું જ છે તે છતાં પણ બધા જ મૃત્યુથી ડરતા હોય છે. બધા જ લોકો જાણવા માંગતા હોય છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે તેમનું મૃત્યુ થશે. ધર્મ શાસ્ત્રમાં અનેક એવા સંકેત જણાવવામાં આવ્યા છે જેનાથી જાણી શકાય છે આવો તમને આજે જણાવીએ. જયારે કોઈ વ્યક્તિ અરીસા સામે જોવે અને જો તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં નથી દેખાતો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાય તો તે વ્યક્તિએ સમજી જવું કે મૃત્યુ થોડા જ સમયમાં તેમને તેમની સાથે લઇ જશે.

મૃત્યુના કેટલાક સમય પહેલા વ્યક્તિને બધી જ વસ્તુઓ કાળી દેખાવા લાગે છે. તેમને રંગો વચ્ચેનો ફરક સમજાતો બંધ થઇ જાય છે, અને બધી જ કાળું દેખાવા લાગે છે.

કહેવાય છે કે વ્યક્તિનો પડછાયો ક્યારેય તેનો સાથ નથી છોડતો, પણ જયારે મૃત્યુનું તેડું આવે ત્યારે વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. વ્યક્તિને અજવાળામાં, તેલમાં, અને પાણીમાં પણ પોતાનો પડછાયો નથી દેખાતો.

Image Source

વ્યક્તિના શરીરમાંથી પરેસવાની તો વાસ આવતી જ હોય છે પણ જયારે તેના શરીરમાં પહેલા ક્યારેય ના આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મૃત્યુની વાસ સમજવી.

માન્યતાઓ અનુસાર, જયારે વ્યક્તિના ચહેરાનો રંગ પીળો, સફેદ કે હલકો ગાલ પડવા લાગે છે, આ એ વાતનું લક્ષણ છે કે ૬ મહિનાની અંદર આ વ્યક્તિનું મૃત્યુ નક્કી છે.

મનુષ્યના શરીરમાં પાંચ ઇન્દ્રિયો હોય છે, ધીરે-ધીરે આ ઇન્દ્રિયો નબળી પડવા લાગે છે, તો એ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે.

મરવાવાળા વ્યક્તિને મૃત્યુના ૧ મહિના પહેલાથી જ વિચિત્ર-વિચિત્ર વિચારો આવવા લાગે છે. એ વ્યક્તિ એવા લોકો વિશે વાત કરવા લાગે છે જે આ દુનિયામાં જ નથી.

જે વ્યક્તિનું નાક વાંકુ થઇ જાય છે, બંને કાન ઉપર ચઢી જાય છે અને આંખોથી આંસુ નીકળે છે, એ વ્યક્તિ તરત જ મૃત્યુની શિકાર બની જાય છે.

Image Source

અમુકવાર એવું થતું હોય છે કે તમારી સાથે કોઈ ચાલી રહ્યું હોય એવો ભાસ થાય એટલે કે જયારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે વ્યક્તિને તેની સાથે સતત કોઈ ચાલી રહ્યું હોય તેવો આભાસ થતો હોય છે. અમુકવાર કોઈ વ્યક્તિને તેના પૂર્વજોનો પણ ભાસ થતો હોય છે.

જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને બધું જ બે ભાગમાં વહેંચાયેલ દેખાય છે એટલે સુધી કે તે વ્યક્તિને આકાશના પણ બે ભાગ દેખાતા હોય છે. જયારે ખરેખરમાં એવું કશું જ હોતું નથી.

જે વ્યક્તિનું મૃત્યુ થવાનું છે અને ચાંદમાં તિરાડ દેખાય છે, એવું ફક્ત એ વ્યક્તિને જ દેખાય છે જેનું મૃત્યુ ૭ દિવસમાં થવાનું હોય છે. જયારે વ્યક્તિનું મૃત્યુ ખૂબ જ નજીક હોય છે ત્યારે તેને આકાશ લોહી જેવું લાલ દેખાય છે.

જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે એને દરેક સમયે પોતાના મૃત પરિજનોનો સાથે હોવાનો અહેસાસ થાય છે. આ અહેસાસ એટલો ગાઢ હોય છે કે એને એવું લાગવા લાગે છે કે એ તે લોકો સાથે જ રહી રહ્યો છે.

Image Source

પ્રાણાયામ દરમિયાન આપણે એક નાક છિદ્રમાંથી શ્વાસ લઈએ છીએ જયારે એક નાક છિદ્રમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ અને તમે ધ્યાન આપ્યું હોય તો બને નાસિકાઓમાંથી અલગ અલગ અવાજ આવતો હોય છે પણ જયારે આ અવાજ એ એકસમાન આવે ત્યારે સમજવું કે તમારું મૃત્યુ નજીક છે.

જે વ્યક્તિને પોતાનાઈ ભ્રમરની વચ્ચેની જગ્યા દેખાતી બંધ થઇ જાય છે, એ વ્યક્તિ ૭થી ૯ દિવસોની વચ્ચે મૃત્યુ પામે છે. જે વ્યક્તિ પોતાનું નાક નથી જોઈ શકતો એ ૩ દિવસમાં અને જે પોતાની જીભ નથી જોઈ શકતો એ એક જ દિવસમાં મૃત્યુ પામે છે, એમાં કોઈ શંકા નથી.

જયારે અચાનક કોઈ વ્યક્તિનો ડાબો હાથ સતત એક અઠવાડિયા સુધી અકારણ જ ફડકતો રહે તો સમજવું જોઈએ કે તેનું મૃત્યુ ૧ મહિના પછી થઇ શકે છે.

જયારે વ્યક્તિનું મૃત્યુ એ નજીક હોય છે ત્યારે તેને તેના નાકનો આગળનો ભાગ દેખાતો બંધ થઇ જાય છે. નાક એટલા માટે દેખાતું નથી કારણકે મૃત્યુનો સમય નજીક આવતા આંખો ઉપર ચઢી જાય છે અને નાક દેખાતું બંધ થઇ જાય છે.

Image Source

એવું કહેવામાં આવે છે કે કબ્રસ્તાનમાં જવા પર વ્યક્તિએ સલામ બોલવું પડે છે અને એના બદલામાં ત્યાં દફનાવેલા મડદાંઓ પણ તેમને સલામ કરે છે. પરંતુ બધાને જ આ સલામ નથી સંભળાતું. પરંતુ જેના પણ કાનમાં સલામનો જવાબ સંભળાય તો સમજવું કે આ વ્યક્તિનું મૃત્યુ ૩ દિવસોમાં જ સંભવ છે.

જયારે તમે એમ ઈચ્છો કે આજે તો સંપૂર્ણ શાંતિથી બેસવું છે પણ જયારે તમે તમારા કાન બંધ કરો ત્યારે પણ કાનમાં સતત કોઈ ગુંજનનો અવાજ આવતો જ હોય છે, હવે જયારે પણ તમે તમારા બંને કાન બંધ કરો અને તમને કોઈ ગુંજનનો અવાજ ના સંભળાય તો સમજો કે મૃત્યુ નજીક આવી રહ્યું છે.

જે વ્યક્તિ પર કાળ મંડરાઈ રહ્યો હોય છે એને મૃત વ્યક્તિઓ દેખાવા લાગે છે. ક્યારેક એકલા તો ક્યારેક બધાની સાથે હોય ત્યારે. આવું થવું એ વાતનો સંકેત હોય છે કે આ દુનિયા સાથે તેમનો સંબંધ જલ્દી જ તૂટવાનો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here